સામગ્રી
10 લાલ કાશ્મીરી લાલ મરચાં
2 ટેબલસ્પૂન સમારેલું લસણ
5 ટેબલસ્પૂન વિનેગર
1 ટેબલસ્પૂન સાકર
મીઠું (સ્વાદાનુસાર)
2 ટેબલસ્પૂન તલનું તેલ
બનવવાની રીત
લાલ કાશ્મીરી મરચાંની દાંડી કાઢીને તેને જરૂરી ગરમ પાણીમાં વાસણને ઢાંકીને 30 મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી નીતારી લો. હવે આ પલાળેલા કાશ્મીરી મરચાં, લસણ, સાકર, વિનેગર અને મીઠું મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં તલનું તેલ મેળવી સારી રીતે મિકેસ કરી લો. આ સોસને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.
