Covid-19/ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આ વાયરસે હવે પોતાનો કહેર વરસાવાનો શરૂ કરી દીધો છે. 

Top Stories Gujarat Others
  • કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કોરોના
  • યુ,એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
  • અર્જુન મોઢવાડિયાનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ
  • સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવામાં કરાઈ અપીલ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આ વાયરસે હવે પોતાનો કહેર વરસાવાનો શરૂ કરી દીધો છે. નેતા- અભિનેતા પણ હવે આ વાયરસની ઝપટમાં આવવા લાગ્યા છે. ત્યારે હાલમાં કોંગ્રેસનાં નેતાને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કોરાના સંક્રમિત થયા છે.

સાવધાન! / જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. છેલ્લા દિવસોમાં ઘણા નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમા આવી ચુક્યા છે. ત્યારે હાલમાં કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોરોનાની ઝપટમા આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. અર્જુન મોઢવાડિયાનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.  તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને જલ્દી જ ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામા આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…