Kashmir/ જમ્મુ-કાશ્મીરમાં રોંગ સાઇડ આવેલી ટ્રકે ટક્કર મારતા 3 જવાન ઘાયલ

મ્મુ અને કાશ્મીરના પુલવામામાં બુધવારે સવારે ફળો વહન કરતી ટ્રક તેમની સાથે અથડાતાં ત્રણ CRPF જવાનો ઘાયલ થયા હતા.

Top Stories India

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં બુધવારે (24 મે) સવારે ફળો વહન કરતી ટ્રક તેમની સાથે અથડાતાં ત્રણ CRPF જવાનો ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે અવંતીપોરામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ઝડપી ટ્રક સીઆરપીએફના બંકરમાં ઘુસી ગઈ. તેમણે કહ્યું કે આ ઘટનામાં  ત્રણ CRPF જવાનો ઘાયલ થયા છે. ઘાયલ ત્રણેય જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન પોલીસે ઘટનાની નોંધ લીધી છે. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સીઆરપીએફનું એક વાહન રોડની એક તરફ ઉભું છે અને અચાનક બીજી બાજુથી એક ઝડપી ટ્રક પલટી મારીને વાહનને જોરથી અથડાઈ. ટ્રક પલટી જતાં ફળો પણ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા