કેદી/ સજા પૂર્ણ થઇ ગયા બાદ પણ પાકિસ્તાન જેલમાં બંધ છે 17 ભારતીય કેદીઓ

પાકિસ્તાન જેલમાં 17 કેદીઓ બંધ છે.

Top Stories

પાકિસ્તાનને છ વર્ષ પહેલા તેની જેલમાં માનસિક અસ્વસ્થ 17 ભારતીયો બંધ છે તેવી વાત કહી હતી ,પરતુ તેમની ઓળખ માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોનું પરિણામ આવ્યું નથી.કેન્દ્ર સરકારે તેમની તસવીરો પણ વેબસાઇટ પર અપડેટ કરી છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સામાન્ય લોકોની પણ સહાય માંગવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે તેમની સજા પૂર્ણ કરી છે,પરતું રાષ્ટ્રીયતાની પુષ્ટી થઇ નથી તેના લીધે ભારતમાં લાવી શકાયા નથી. પાકિસ્તાનની જેલમાં બંધ 17 કેદીઓમાંથી 4 મહિલાઓ છે. પાકિસ્તાન અધિકારીઓએ તેમને ગુલ્લુ જાન,અજમીરા,નાકાયા,અને હસીના નામ આપ્યા છએ.અન્ય કેદીઓમાં સોનુ સિંહ, સુરિન્દર મહતો, પ્રહલાદ સિંઘ, સિલરોફ સલીમ, બિરજુ, રાજુ, બિપ્લા, રૂપી પાલ, પનવાસી લાલ, રાજુ મહોલી, શ્યામ સુંદર, રમેશ અને રાજુ રાય છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે જો કોઈ પણ વ્યક્તિ આ 17 લોકોમાંથી કોઈને ઓળખી શકે તો મંત્રાલયમાં સેક્રેટરી (વિદેશી બાબતો), રાજ્ય સરકારનો ગૃહ વિભાગ અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા પોલીસ મહાનિદેશક, ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ અથવા પોલીસ કમિશનરનો સંપર્ક કરવો જોઈએ.પાકિસ્તાને 2015 માં આ 17 લોકો વિશે જણાવ્યું હતું. ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને આ કેદીઓ સાથે  સંપર્કની સુવિધા આપવામાં આવી છે.આશા છે કે તેમની કોઇ પુષ્ટી થઇ શકે