અમદાવાદ,
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લોકોને લોભામણી જાહેરાતો આપી રૂપિયા પડાવતી ગેંગ ઝડપી પાડી છે. આરોપીઓ લોકોને ફોન કરી તમે લકી વિનર છો અને તમે ઈનામમાં સોનાનો સિક્કો જીત્યા છો તેમ કહી તેમની પાસેથી રજીસ્ટ્રેશન નામે પાંચસો રૂપિયા લેતી હતી અને ત્યાર બાદ તેમને કુરિયર મારફતે ચાંદીનો સિક્કો તેમજ તેને મોંઘા ચશમા મોકલતી હતી.
250 ગ્રામ સોનાની ગિફ્ટના વિનર બન્યા છો તેમ કહીને ફરિયાદી જોડેથી 4 લાખ 80હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદીને ફોન કરી એવું કહેવામાં આવ્યું કે અમેઝિંગ દિલમાં તમે લક્કી વિનર બન્યા છો જેથી તમેં 250 ગ્રામ સોનાનું ઈનામ આપવામાં આવે છે.
પરંતુ તેના માટે તમારે 500 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે અને કંપની તરફથી એક કુરિયર મોકલવામાં આવશે જે સ્વીકારી તમારે 4500 રોકડ આપવાના રહેશે ત્યાર બાદમા તમને એક ચાંદીનો સિક્કો, સોનાની પાંદડા વળી ફ્રેમ તથા રિબન કંપનીના ચશ્મા મોકલ્યા. આ પ્રકારની લોકો પાસેથી છેતરપિંડી કરતા હતા.
ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરતા ખબર પડી કે આ પ્રકારની ગેંગ ગાઝિયાબાદમાંથી ઓપરેટ થાય છે જેમાં 9 દિવસનું ઓપરેશન કર્યા બાદ આ ગેગ પકડવામાં આવી. જેમાં 4મહિલા અને બે પુરુષ એમ મળી કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે…
જેમાં માસ્ટર માઈન્ડ 25 વર્ષિય છોકરી હોવાનું સામે આવ્યું હતું. હાલતો પોલીસે રિમાન્ડ મેળવી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે…..
