રાજકોટમાં PGVCLનાં ગ્રાહકને 10,41,368નું બિલ
બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો
વીજકર્મીઓએ મીટર રીડિંગ કરવામાં કરી ભૂલ
ગ્રાહકને દર બે મહિને 2 હજારનું બિલ આવતું
જાન્યુ. અને ફેબ્રુ.નું બિલ રૂ. 10.41 લાખ
10 થી વધુનું બિલ જોઇને ગ્રાહક ભરાયો રોષે
જયંત વડોદરિયાને આવ્યું 10 લાખથી વધુ રકમનું બિલ
જયંતભાઇ રેસકોર્સ પાર્ક ખાતે ધરાવે છે 1BHKનો ફ્લેટ
રાજકોટ શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા રેસકોર્સ પાર્ક ખાતે ફ્લેટ ધરાવતા વીજગ્રાહક વાડોદરિયા જયંત રસિકલાલને ઘેર તારીખ 5 માર્ચને શનિવારે પીજીવીસીએલના જ કર્મચારી મીટર રીડિંગ કરવા આવ્યા હતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીનું વીજબિલ આપ્યું હતું.

ગ્રાહકે જ્યારે બિલની રકમ જોઈ ત્યારે તેઓ અચરજ પામ્યા હતા કારણ કે, સામાન્ય રીતે દર બે મહિને બે હજાર જેટલું બિલ આવતું હતું પરંતુ આ વખતે 10,41,368નું બિલ અપાયું હતું. આ ઉપરાંત બિલમાં પણ 15 માર્ચ સુધીમાં આ બિલ ભરપાઈ કરી દેવાની સૂચના પણ હતી.10 થી વધુનું બિલ જોઇને ગ્રાહક રોષે ભરાયો હતો.
આ પણ વાંચો:યુપીમાં આજે મતદાનનો છેલ્લો દિવસ, યોગી-અખિલેશ-માયાવતી-પ્રિયંકા ગાંધીએ કહી આ વાત
