સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) ને ટેકો આપવો મધ્યપ્રદેશનાં બસપાનાં ધારાસભ્ય રમાબાઇ પરિહારને મોંઘો પડ્યો છે. રમાબાઈ મધ્ય પ્રદેશનાં પથેરીયા મત વિસ્તારનાં ધારાસભ્ય છે. તેમણે તાજેતરમાં સીએએને ટેકો આપ્યો હતો. જેને લઇને બસપા સુપ્રિમો માયાવતીએ ટ્વીટ કરીને કાર્યવાહીની જાણકારી આપી છે. વળી, રમાબાઈએ આ અંગે માફી પણ માંગી દીધી છે.
તેમણે ટ્વિટ કર્યું હતું કે, બસપા એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને તેને તોડવા પર પાર્ટીનાં સાંસદ અને ધારાસભ્ય સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. આ જ ક્રમમાં મધ્યપ્રદેશનાં પથેરિયાનાં ધારાસભ્ય રમાબાઇ પરિહારને સીએએને ટેકો આપવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને પાર્ટીનાં કાર્યક્રમમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
2. जबकि BSP ने सबसे पहले इसे विभाजनकारी व असंवैधानिक बताकर इसका तीव्र विरोध किया, संसद में भी इसके विरूद्ध वोट दिया तथा इसकी वापसी को भी लेकर मा राष्ट्रपति को ज्ञापन दिया। फिर भी विधायक परिहार ने CAA का समर्थन किया। पहले भी उन्हें कई बार पार्टी लाइन पर चलने की चेतवानी दी गई थी।
— Mayawati (@Mayawati) December 29, 2019
જ્યારે બસપાએ પહેલા તેનો વિરોધ કરતાં તેને વિવાદાસ્પદ અને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ, તેણે સંસદમાં પણ તેની વિરુદ્ધ મત આપ્યો. આ વાતથી જાણકાર હોવા છતા ધારાસભ્ય પરિહારે સીએએને ટેકો આપ્યો હતો. અગાઉ પણ તેમને ઘણી વાર પાર્ટી લાઇન પર ચાલવાની ચેતવણી આપવામાં આવી હતી.
બીજી તરફ ધારાસભ્ય રમાબાઈએ આ મામલે પોતાનો ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું કે, મેં જે કહ્યું તે સાચું હતું, જો બહેનજીને ખોટી લાગ્યુ તો હું તેની પાસે માફી માંગીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
