Not Set/ પોલીસની દબાણ અને ટ્રાફિક મુદ્દે ઝુંબેશ યથાવત, ચંડોળાથી ઇસનપુર સુધી પોલીસની ટ્રાફિક ડ્રાઇવ

અમદાવાદ અમદાવાદ મહાનાગરપાલિકા દ્વારા શહેરમા મોડલ રોડ પર દબાણ હટાવાની કામગીરી કરવામા આવી હતી. બાદમાં  દબાણો દુર કરીને પાર્કીંગની જગ્યા ખુલ્લી કરવામા આવી હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સફાળા જાગેલા અમદાવાદ કોર્પોરેસનને જાણે  રાતો રાત કામગીરી કરવાનુ યાદ આવ્યુ અને છેલ્લા બે દિવસથી દબાણ દુર કરવાની કાર્યવાહી શરુ કરી છે. અમદાવાદના C G રોડ, દરિયાપુર, […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ

અમદાવાદ મહાનાગરપાલિકા દ્વારા શહેરમા મોડલ રોડ પર દબાણ હટાવાની કામગીરી કરવામા આવી હતી. બાદમાં  દબાણો દુર કરીને પાર્કીંગની જગ્યા ખુલ્લી કરવામા આવી હતી.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સફાળા જાગેલા અમદાવાદ કોર્પોરેસનને જાણે  રાતો રાત કામગીરી કરવાનુ યાદ આવ્યુ અને છેલ્લા બે દિવસથી દબાણ દુર કરવાની કાર્યવાહી શરુ કરી છે.

અમદાવાદના C G રોડ, દરિયાપુર, ઘાટલોડિયા,જમાલપુર રાયખડ આશ્રમ રોડ એમજે લાઈબ્રેરી સહિતની આસપાસના વિસ્તારોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ ચાંદલોડિયા મણિનગર માં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ચંડોળા ચોકડીથી ઇસનપુર સુધી પોલીસની ડ્રાઇવ કરવામાં આવી. પોલીસ દ્વારા રોડ પરના દબાણો દૂર કરવા કવાયત શરૂ થઇ ગઇ છે. ત્યારે 7 પી.આઈ અને 2 એ.સી.પી સહિત 150 જવાનો જોડાયા છે.