- 152 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ
- 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકીકરણ
- – 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ
- – 200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રજૂ કર્યું છે. મધ્યમ વર્ગ માટે રૂ. 500થી રૂ.700નો ટેક્સ વધારો સૂચવાયો છે. ચાલી અને ઝૂંપડામાં રહેતા ગરીબો માટેના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પોળ અને તળમાં રહેતા સામાન્ય વર્ગ માટે રૂ.300નો વેરા વધારો, ફ્લેટ, રો હાઉસ કે ટેનામેન્ટમાં રહેતા મધ્યમ વર્ગ માટે અંદાજીત રૂ. 500થી 700નો વેરા વધારો, જ્યારે બંગલા માટે રૂ.3 હજારથી 4 હજારનો વેરા વધારો સૂચવાયો છે.
મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાં 968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવરબ્રિજ, 152 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ, 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકીકરણ, 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ, 200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 405 કરોડના ખર્ચે શારદાબેન અને LG હોસ્પિટલનું નવીનીકરણ, દરેક ઝોનમાં મોડલ રોડ, મિલ્કતવેરામાં 100 ટકા સુધીની માફી અને વર્ષ 2022 સુધીમાં પીરાણા ડુંગરથી મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
