Not Set/ ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પીએમ મોદીના ભાઈ પહોંચ્યા દ્વારકા, ઢોલ વગાડી મનાવ્યો વિજયોત્સવ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતાને પીએમ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ વધાવી હતી. ત્યારે સફળતાને વધાવવામાં પીએમ મોદીના ભાઈ પણ બાકાત નથી. વડાપ્રધાનના ભાઇ પ્રહલાદ મોદીએ દ્વારકા પૂરીમાં ધ્વજારોહણ કર્યુ હતુ અને ભાજપનો વિજયોત્સવ ઉજવ્યો હતો. તેમણે નાચી ઢોલ વગાડી આનંદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે તેઓએ જણાવ્યું […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતાને પીએમ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ વધાવી હતી. ત્યારે સફળતાને વધાવવામાં પીએમ મોદીના ભાઈ પણ બાકાત નથી. વડાપ્રધાનના ભાઇ પ્રહલાદ મોદીએ દ્વારકા પૂરીમાં ધ્વજારોહણ કર્યુ હતુ અને ભાજપનો વિજયોત્સવ ઉજવ્યો હતો. તેમણે નાચી ઢોલ વગાડી આનંદ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, “વિધાનસભામાં ભાજપની જીત એ જનતાની જીત છે. ગુજરાતની જનતાએ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ મુક્ત ગુજરાત અને કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું નક્કી કર્યુ છે. તેના આ સીમા ચિન્હો છે. કૃષ્ણના દરબારમાં પડકારોની સામે સકારાત્મક ભૂમિકા ભજવી પાંડવોએ જેમ ધર્મની સ્થાપના કરી હતી તેમ જ હિન્દુસ્તાનમાં ભાજપ કૌરવ રૂપી કોંગ્રેસને પછાડી ધર્મની સ્થાપના કરશે એમા શંકાને કોઈ સ્થાન નથી”.