Not Set/ અમદાવાદ: વરસાદના કારણે બે મકાનો ધરાશાયી, જાનહાની ટળી

અમદાવાદ શહેરના પટવા શેરી વિસ્તારના પાનકોર નાકા નજીક આવેલી હુસેની બેકરી પાસે બે મકાન ધરાશાયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી વિગતો મુજબ આ બંને મકાનો વર્ષો જુના હતા. તેમજ બંધ હાલતમાં હતા. આ વિષે મકાન માલિક યાસીનભાઈ નૂરભાઈ અને યુસુફભાઇ નૂરભાઈ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેમણે બપોરના 1:30 વાગ્યે ફાયર બ્રિગેડને આ ઘટના […]

Top Stories Gujarat

અમદાવાદ શહેરના પટવા શેરી વિસ્તારના પાનકોર નાકા નજીક આવેલી હુસેની બેકરી પાસે બે મકાન ધરાશાયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી વિગતો મુજબ આ બંને મકાનો વર્ષો જુના હતા. તેમજ બંધ હાલતમાં હતા.

આ વિષે મકાન માલિક યાસીનભાઈ નૂરભાઈ અને યુસુફભાઇ નૂરભાઈ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેમણે બપોરના 1:30 વાગ્યે ફાયર બ્રિગેડને આ ઘટના વિષે જાણ કરી હતી. તેમ છતાં ફાયર બ્રિગેડનો કાફલો સમયસર પહોંચી શક્યો નહતો. ફાયર બ્રિગેડ દ્વારા ફક્ત એક નાની ગાડી મોકલવામાં આવી હતી.

જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાનું જાણવા મળેલ નથી. કારંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આસપાસના લોકોને વીજ કરંટ ન લાગે તે હેતુથી ધરાશાયી થયેલા બંને મકનોમાંથી વીજળી કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું.