Not Set/ ‘આયુષમાન ભારત’ માટે CM ના કાર્યક્રમમાં BJP ના ધારાસભ્યો જ ગેરહાજર રહ્યા!

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના ‘આયુષમાન ભારત’ (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં BJP ના ધારાસભ્યો અને […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
BJP MLAs are absent in CM's program for 'Ayushman Bharat'!

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના ‘આયુષમાન ભારત’ (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં BJP ના ધારાસભ્યો અને કોર્પોરેશનના પદાધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા, જે અંગે મુખ્યમંત્રી રૂપાણીએ ગંભીર નોંધ લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચી ખાતેથી ‘આયુષમાન ભારત’નો પ્રારંભ કરાવ્યો હતો. તેની સાથોસાથ જ આ યોજના દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અમલી બની ગઈ છે. જેના અંતર્ગત ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યના 44 લાખથી વધારે પરિવારને સારવારનો લાભ મળશે. આ તમામ લોકોને સરકારી ખર્ચે સારવાર પૂરી પાડવામાં આવશે. એક અંદાજ પ્રમાણે રાજ્યના 2.25 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.

મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમમાં જ ભાજપના ધારાસભ્યોની ગેરહાજરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમ અંગે BJP ના ધારાસભ્યોને તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યા હતા. આમ છતાં અનેક ધારાસભ્યો ગેરહાજર રહ્યાના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા ધારાસભ્યોમાં મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ, સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ, અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિતનાનો સમાવેશ થતો હતો.

મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિ વાળા આ કાર્યક્રમમાં ભાજપના જ ધારાસભ્યો ઉપરાંત ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટ તેમજ વિવિધ કમિટિઓના અનેક ચેરમેનો પણ ગેરહાજર રહ્યા છે. કોર્પોરેશનના મોટાભાગના બીજેપીના કોર્પોરેટરો અને હોદેદારો પણ આ કાર્યક્રમથી દૂર રહ્યા હોવાની માહિતી મળી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ ગંભીર નોંધ લીધી

ભાજપ સરકારના જ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને હોદેદારો કાર્યક્રમથી દૂર રહ્યા હોવાના મામલાની મુખ્યમંત્રી રૂપાણીએ તેમજ શહેર બીજેપી પ્રમુખ જગદીશ પંચાલે ગંભીર નોંધ લીધી છે. આ અંગે એવી પણ માહિતી મળી છે કે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ પાસેથી આ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ શહેર પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ, પ્રદીપ પરમાર, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો હાજર રહ્યા હતા.