Amazon/ એમેઝોન અને RIL-ફ્યુચર ગ્રુપ વિવાદ પર SC એ એમેઝોનની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો

એમેઝોને રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેનાં સોદા સામે સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) માં ઇમરજન્સી કેસ દાખલ કર્યો હતો. આ કેસનો નિર્ણય એમેઝોનની તરફેણમાં આવ્યો છે.

Top Stories Business
11 147 એમેઝોન અને RIL-ફ્યુચર ગ્રુપ વિવાદ પર SC એ એમેઝોનની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો

રિલાયન્સ-ફ્યુચર ગ્રુપ અને એમેઝોન વચ્ચેનાં વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે એમેઝોનની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓક્ટોબરમાં ઈમરજન્સીની સુનાવણીમાં સોદાને રોકવા માટે સિંગાપોર આર્બિટ્રેટરે લીધેલો નિર્ણય ભારતમાં લાગુ થશે.

આ પણ વાંચો – મોટા સમાચાર / પર્યાવરણને બચાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અંદાજે 500 કરોડ પ્લાસ્ટિક બોટલોને કરશે Recycle

એમેઝોને રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેનાં સોદા સામે સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) માં ઇમરજન્સી કેસ દાખલ કર્યો હતો. આ કેસનો નિર્ણય એમેઝોનની તરફેણમાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ જ નિર્ણયનો ભારતમાં અમલ કરવામાં આવશે. તેના કારણે રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપનાં સોદાને આંચકો મળી શકે છે. લગભગ એક વર્ષ પહેલા રિલાયન્સ રિટેલે ફ્યુચર ગ્રુપનાં રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ હસ્તગત કરવાનો નિર્ણય કર્યો હતો. આ સોદો 24,713 કરોડ રૂપિયામાં થઈ રહ્યો હતો. ફ્યુચર ગ્રુપનાં પ્રમોટર કિશોર બિયાનીએ ઓગસ્ટ 2020 માં બિઝનેસમાં મંદી બાદ પોતાનો બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો – Policy / RBI એ રેપોરેટ 4 ટકા યથાવત રાખ્યો, EMI પર હાલ કોઇ રાહતનાં સંકેત નહીં

ડિસેમ્બર 2019 માં, એમેઝોને ફ્યુચર રિટેલની પેટાકંપની ફ્યુચર કુપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. એમેઝોને ઓક્ટોબર 2020 માં SIAC માં આ સોદા સામે કેસ દાખલ કર્યો હતો. એમેઝોને અનેક કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. આ કેસ ભારતની સુપ્રીમ કોર્ટ તેમજ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ છે. એમેઝોનનો આરોપ છે કે ફ્યુચર રિટેલ તેની હરીફ રિલાયન્સ રિટેલને તેની કંપની વેચીને ડીલની શરતોનું ઉલ્લંઘન કરી રહી છે. ત્રણ સભ્યોની SIAV પેનલે જુલાઈમાં ફ્યુચર રિટેલ અને એમેઝોન બંનેની દલીલો સાંભળી હતી અને હજુ તેનો નિર્ણય આવવાનો બાકી છે.