Not Set/ જયંતિ ભાનુશાળી હત્યામાં SITની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ, અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપનાં પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલો ચોંકવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો એસઆઇટીની તપાસમાં થયો છે. જયંતિ ભાનુશાલીની હત્યા અગાઉ રાંચી કે ભુજમાં કરવાની હતી. પરંતુ તે પ્લાન નિષ્ફળ થયો હતો. ઉલ્લેખનીય છે ચાલુ ટ્રેને જયંતિ ભાનુશાલીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ સીઆઈઇડી ક્રાઇમે આ કેસમાં […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 30 જયંતિ ભાનુશાળી હત્યામાં SITની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ,

અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપનાં પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલો ચોંકવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો એસઆઇટીની તપાસમાં થયો છે. જયંતિ ભાનુશાલીની હત્યા અગાઉ રાંચી કે ભુજમાં કરવાની હતી. પરંતુ તે પ્લાન નિષ્ફળ થયો હતો.

ઉલ્લેખનીય છે ચાલુ ટ્રેને જયંતિ ભાનુશાલીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ સીઆઈઇડી ક્રાઇમે આ કેસમાં આરોપીની ધરપકડ પણ કરી હતી.

જે બાદ એએસઆઇટીની તપાસ દરમિયાન આ સૌથી મોટો ખુલાસો થયો છે. એસઆઈટીએ પુનાના વિશાલ નાગનાથ યલ્લમ કાંબલેની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરીને છ માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટ જંયતી ભાનુસાળીની હત્યાના કાવતરામાં મહત્વની ભૂમિકા છે. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સાથે હત્યારા વિશાલ કાંબલેની ઓળખાણ મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટે કરાવી હતી.

જે પછી વિશાલ કાંબલેએ શશીકાંત ઉર્ફે બિટિયા દાદા કામ્બ્લે અને શેખ અશરફ અનવરે જયંતી ભાનુશાળીની હત્યા કરી હતી, સીટના અધિકારીઓ મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશી અને નિખીલ થોરાટની તપાસ હાથ ધરી છે. પરંતુ છબીલ પટેલ વિદેશ ભાગી ગયો છે જેને પાછા લાવવાનાં ધમપછાડા થઇ રહ્યાં છે.

ભાનુશાળીને રાંચીની એક મહિલાના સંપર્કમાં લાવી હનીટ્રેપ રચીને રાંચી બોલાવવા સમયે રાંચી-જમશેદપુર વચ્ચે હત્યા કરવાની યોજના પહેલા ઘડાઇ હતી.

પછી તા.11થી 15 ડિસેમ્બર દરમિયાન શશીકાંત,અનવર અને રાજુ કાતર નામનો અન્ય એક શખ્સ રાંચી રેલ્વે સ્ટેશનની નજીક આવેલી હોટલ પેરેડાઇઝમાં રોકાયા પરંતુ ભાનુશાળી દિલ્હીથી અમદાવાદ જતા રહ્યાં હતાં. જેના કારણે આ આખુ કાવતરાનું પ્લાનિંગ નિષ્ફળ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, જયંતિ ભાનુશાળીની હત્યા કરવા માટે હત્યારાઓ ભચાઉથી ટ્રેનમાં બેઢા હતા. આ બંનેએ હત્યારાઓ જયંતિ ભાનુશાળી જે કોચમાં બેઠા હતા તેનો દરવાજો ખટખટાવ્યો હતો.

જયંતિ ભાનુશાળીએ જેવો દરવાજો ખોલ્યો કે તરત જ  બંને આરોપીઓએ બળજબરીપૂર્વક કોચમાં ધસી આવ્યા તે સમયે ભાનુશાળી અને હત્યારા વચ્ચે થોડી મારામારી થઈ હતી અને ત્યાર બાદ હત્યારાઓએ ભાનુશાળીને ગોળીથી ઠાર માર્યા હતા. ફાયરિંગ બાદ હત્યારાઓ ટોલ ટેક્સના વિડીયોમાં દેખાયા હતા.