Not Set/ ત્રણ રાજ્યની ચુંટણીની હાર બાદ આજે અમિત શાહ યોજશે બેઠક

રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢ રાજ્યની વિધાનસભા ચુંટણીમાં મળેલી હાર બાદ આજે દિલ્લીમાં બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહ મીટીંગ યોજવાના છે. આ મીટીંગમાં હાલમાં પાંચ રાજ્યોની ચુંટણીમાં થયેલાં પરાજયની ચર્ચા કરવામાં આવશે. આ સિવાય 2019 નાં જનરલ ઈલેકશન માટે એજન્ડા બનાવવામાં આવશે. BJP President Amit Shah to chair a meeting at BJP headquarters in Delhi today to […]

Top Stories India Politics
amit shahgetty ત્રણ રાજ્યની ચુંટણીની હાર બાદ આજે અમિત શાહ યોજશે બેઠક

રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢ રાજ્યની વિધાનસભા ચુંટણીમાં મળેલી હાર બાદ આજે દિલ્લીમાં બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહ મીટીંગ યોજવાના છે.

આ મીટીંગમાં હાલમાં પાંચ રાજ્યોની ચુંટણીમાં થયેલાં પરાજયની ચર્ચા કરવામાં આવશે. આ સિવાય 2019 નાં જનરલ ઈલેકશન માટે એજન્ડા બનાવવામાં આવશે.

દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીનાં મુખ્યાલયમાં પાર્ટીની આ બેઠક થવાની છે. આ મીટીંગમાં બીજેપી સ્ટેટ પ્રેસિડેન્ટ અને સ્ટેટ ઇન ચાર્જ હાજરી આપશે.

વર્ષ 2019ની લોક સભા ચુંટણી પહેલાં મીટીંગમાં રોડમેપ તૈયાર કરવામાં આવશે.

આ સિવાય આજે બીજેપી પાર્લામેન્ટરી પાર્ટી મીટીંગ પણ થવાની છે. આ મીટીંગ પીએમ મોદી દ્વારા લેવામાં આવશે. આગામી લોકસભા ચુંટણીનાં ચાર મહિના પહેલાં મળેલી હાર પર ચર્ચા વિચારણા કરવામાં આવશે કે આખરે ક્યાં ચૂક રહી ગઈ હતી.