બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા ના ધાખા ગામની કિશોરીને બે મહિના અગાઉ ગામનોજ યુવક ભગાડી જતાં પોલીસ દ્વારા આ નાગે કોઈ જ કાર્યવાહી ના કરવામાં આવતા ગ્રામજનોએ પોલીસમથકે હાય હાના નારા લગાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ધાનેરાના ધાખા ગામની કિશોરીને ગામનો જ એક યુવક બે મહિના પહેલાં ભગાડી ગયો હતો. જે અંગે સમાજના લોકો દ્વારા પોલીસ મથકે ફરિયાદ પણ નોધાવવામાં આવી હતી. છતાય પોલીસ દ્વારા આ નાગે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતાં અને આ ફરીયાદને બે મહિના જેટલો સમય થઈ ગયો છે….જેને લઈને પંચાલ સમાજ ના લોકોએ ધાનેરા પોલીસ મથકે ધાનેરા પોલીસ હાય હાય ના નારા લગાવી ને પોલીસ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
300 જેટલા લોકો પોલીસ મથકે આવી જતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. બે મહિના સુધી કોઈ પરિણામ ન લાવી શકેલી પોલીસ પાસે જવાબ આપવામાં માટે કઈ ના હતું. 300 લોકોના ટોળાએ પોલીસ મથક આગળ સુત્રોચાર કરી ને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. વધુ માં વાત કરવામાં આવે તો હાલ ધાનેરા પોલીસ પર અનેક બાબતો ને લઈ ને ફરિયાદીઓ આક્ષેપ પણ કરી રહ્યા છે ત્યારે ધાનેરા પોલીસ માત્ર ને માત્ર મોન ધારણ કરી ને બેઠી હોય એવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
