Not Set/ છોટાઉદેપુરના માત્ર ૧૦ વર્ષના આદિવાસી બાળકની શિક્ષણ પ્રત્યેની સંઘર્ષ કથા સાંભળી તમે પણ ચોકી જશો

છોટાઉદેપુર, કોઈ પણ વ્યક્તિના મનમાં કઈક અલગ કામ કરી જવાની ધગસ હોઈ ત્યારે તેને કોઈ સમસ્યા કે કોઈ સિમાડા નડતા નથી. આ પ્રકારના વ્યક્તિઓ પોતાના જીવનમાં કઈક કામ કરી બતાવવા માટે કટિબદ્ધ હોય છે. આપણે આજ દિન સુધી કોઈ રાજકારણી નેતા, કોઈ ઉદ્યોગપતિ કે કોઈ અન્ય ફિલ્ડના વ્યક્તિની સંઘર્ષ કથા સંભાળી હશે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના […]

Gujarat
fggggggh છોટાઉદેપુરના માત્ર ૧૦ વર્ષના આદિવાસી બાળકની શિક્ષણ પ્રત્યેની સંઘર્ષ કથા સાંભળી તમે પણ ચોકી જશો

છોટાઉદેપુર,

કોઈ પણ વ્યક્તિના મનમાં કઈક અલગ કામ કરી જવાની ધગસ હોઈ ત્યારે તેને કોઈ સમસ્યા કે કોઈ સિમાડા નડતા નથી. આ પ્રકારના વ્યક્તિઓ પોતાના જીવનમાં કઈક કામ કરી બતાવવા માટે કટિબદ્ધ હોય છે. આપણે આજ દિન સુધી કોઈ રાજકારણી નેતા, કોઈ ઉદ્યોગપતિ કે કોઈ અન્ય ફિલ્ડના વ્યક્તિની સંઘર્ષ કથા સંભાળી હશે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ૧૦ વર્ષના આદિવાસી બાળકની સંઘર્ષ કથા સંભાળી તમે પણ તેની પ્રશંસા કરવા માટે મજબૂર બની શકો છો.

તાજેતરમાં સરકાર દ્રારા રાજ્યભરમાં ગુણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ગુણોત્સવની પરીક્ષામાં હાજર રહેવા માટે આ ૧૦ વર્ષના બાળકની ભણતર પ્રત્યેની ધગસ અને ૩૫૦ કિમી ખેડાણ કર્યું તે જોઇને સૌ કોઈ ચોંકા ઉઠયા હતા.

gggg છોટાઉદેપુરના માત્ર ૧૦ વર્ષના આદિવાસી બાળકની શિક્ષણ પ્રત્યેની સંઘર્ષ કથા સાંભળી તમે પણ ચોકી જશો

હકીકતમાં, છોટાઉદેપુર જિલ્લાના એક આદિવાસી પરિવારે કાઠિયાવાડ હિજરત કરી ખેતમજૂરી કરતા હતા. આ દરમિયાન આ પરિવારે ૧૦ વર્ષના પુત્ર વિજય રાઠવાને કનકપુર પ્રા. શાળામાં ભણવા મુક્યો હતો. વિજય શાળામાં મન લગાવીને ભણતો હોવાથી શાળા પરિવારે તેના શિક્ષણ માટે ખાસ મહેનત કરી હતી.

આ દરમિયાન ગુણોત્સવની પરીક્ષા આવતી હતી તે પહેલા આ આદીવાસી પરિવારને ખેતીવાડી પૂર્ણ થઈ ગઈ હોય તેઓ વતન છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના કાવરા ગામે જવાનું હતું. પરીક્ષા માટે હોંશ ધરાવતા વિજયે પિતાને ઘસીને ઘરે જવાની ના પાડી દીધી હતી. જોકે, તેને અંતે વતન જવાનું નક્કી જ થઈ ગયું હતું.

આ સમયે વિજય તેના શિક્ષકો સમક્ષ પોક મૂકીને રડ્યો કે, તે પરીક્ષા વખતે હાજર રહેવા માગે છે પણ મજબૂર છે. તેના પરિવાર સાથે વતન કાવરા તો પહોંચી ગયો પણ તેનું મન સ્કૂલમાં જ અટવાતું હતું.

જો કે આ દરમિયાન આવી રહેલી ગુણોત્સવની પરીક્ષામાં હાજર રહેવા વિજયે પિતાને સમજાવી કોઈના સાથ વિના એકલો કાવરાથી ધાંગધ્રા જવા ૫ એપ્રિલે એસ.ટી.બસમાં નીકળ્યો હતો. ૩૫૦ કીમી નો સફર ધો.૫ નો ૧૦ વર્ષ નો આ વિદ્યાર્થી ખેડીને ધાંગધ્રા પહોંચ્યો હતો.

ધાંગધ્રામાં શેઠની ઓરડી પર પહોંચી સવારે ચાર વાગે તે છગડા માં બેસી ત્યાંથી ૨૦ કીમી દૂર આવેલી તેની કનકપુર ગામની પ્રા.શાળાએ પહોંચ્યો હતો. તેને અભ્યાસ અને ભણતર પ્રત્યે નો અનન્ય લગાવ હોવાથી એકલો વતનથી ડર્યા વિના શાળાએ પરિક્ષા માટે પહોંચ્યો અને બધા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા.

fdgfggk છોટાઉદેપુરના માત્ર ૧૦ વર્ષના આદિવાસી બાળકની શિક્ષણ પ્રત્યેની સંઘર્ષ કથા સાંભળી તમે પણ ચોકી જશો

આ આદિવાસીના સંઘર્ષની હકીકત જાણી શાળા પરિવારે તેની પીઠ થપથપાવી હતી. વિજયની સંઘર્ષ ગાથાની ચર્ચા છોટાઉદેપુરથી ધાંગધ્રા અને છેક ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચી ગઈ હતી. ૧૨ એપ્રિલના રોજ શાળા સંકુલમાં આ કિશોરનો સન્માન સમારંભ યોજાયો હતો. જ્યાં સરપંચ, ગામ આગેવાનો અને જિલ્લાના શિક્ષણ વિભાગના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બીજી બાજુ ગામના એક ખેડૂત ભાઈએ તો આ ટેલેન્ટેડ વિદ્યાર્થીની ધગશથી પ્રભાવિત થઈ તેનો કોલેજ કાળ સુધીનો ખર્ચ પોતે ઉઠાવવા સંમત થઈ ગયા હતા અને તેમની વાડીમાં ભાગીદાર બનવું હોય તો તેની પણ તૈયારી દર્શાવતાં સૌ કોઈ આ ભાવવિભોર દ્રશ્યો જોઈ દંગ રહી ગયા હતા. જ્યારે તે પરીક્ષા આપી પરત એકલો વતન જવા નીકળ્યો ત્યારે આખું કનકપુર ગામ અને શાળા પરિવાર તેને બસ સ્ટેન્ડ સુધી વળાવવા ગયું હતું.