Political/ રાહુલ ગાંધી અને સ્વાતિ માલીવાલે કોહલીનું કર્યુ સમર્થન, જાણો શું કહ્યું

લોકોની માનસિક નાદારીની સ્થિતિ એવી છે કે કેપ્ટન વિરાટ કોહલીની 9 મહિનાની પુત્રી પર દુષ્કર્મની ધમકી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીમનાં કેપ્ટન કોહલીનું સમર્થન કર્યુ છે.

Top Stories India
રાહુલ ગાંધી અને સ્વાતિ માલીવાલ

T20 વર્લ્ડકપમાં ભારતની સતત બે હાર બાદ દેશમાં ટીમનાં વિરોધમાં સુત્રોચ્ચાર શરૂ થઇ ગયા છે. કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યો છે, તેના પરિવારને ધમકી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેપ્ટન વિરાટ કોહલીનું સમર્થન કર્યું છે.

આ પણ વાંચો – Festival / લો બોલો! ધનતેરસ નિમિત્તે દેશભરમાં લોકોએ 75 હજાર કરોડનાં ખરીદ્યા સોનાનાં આભૂષણો

કેપ્ટન વિરાટ કોહલીનાં નેતૃત્વમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી T20 વર્લ્ડકપ 2021માં સારું પ્રદર્શન કર્યું નથી. ભારતની ટીમ તેની શરૂઆતની બન્ને મેચો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી ચૂકી છે. આવી સ્થિતિમાં તેના માટે આગળનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે. આ બન્ને હાર બાદ ભારતીય ટીમની સતત ટીકા થઈ રહી છે. ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે. આ બધાની વચ્ચે વિરાટ કોહલી સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેના વિરુદ્ધ સતત અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. લોકોની માનસિક નાદારીની સ્થિતિ એવી છે કે કેપ્ટન વિરાટ કોહલીની 9 મહિનાની પુત્રી પર દુષ્કર્મની ધમકી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીમનાં કેપ્ટન કોહલીનું સમર્થન કર્યુ છે. આ અંગે રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણી કરી છે. પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધીએ આવા લોકોને નિશાન બનાવતા તેમને નફરતથી ભરેલા ગણાવ્યા અને સાથે જ વિરાટ કોહલીનું સમર્થન કર્યું અને આવા લોકોને માફ કરવા અને ટીમની સુરક્ષા કરવા કહ્યું. પોતાના ટ્વીટમાં કોંગ્રેસ નેતાએ લખ્યું, “પ્રિય વિરાટ, આ લોકો નફરતથી ભરેલા છે કારણ કે તેમને કોઈ પ્રેમ નથી આપતું. તેમને માફ કરો. ટીમને બચાવો. રાહુલ ગાંધીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે T20 વર્લ્ડકપની પ્રથમ બે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની કારમી હાર બાદ વિરાટ કોહલી ટીકાઓનો સામનો કરી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેની ટીકા કરી છે.

સ્વાતિ માલીવાલ

આ પણ વાંચો – ઉત્તર પ્રદેશ / અયોધ્યામાં દિવાળીની ઐતિહાસિક તૈયારીઓ, લાખો દીવાઓ પ્રગટાવી બનશે વર્લ્ડ રેકોર્ડ

દિલ્હી મહિલા આયોગનાં વડા સ્વાતિ માલીવાલે એક ટ્વીટમાં લખ્યું છે કે, જે રીતે વિરાટ કોહલીની 9 મહિનાની દીકરીને ટ્વિટર પર દુષ્કર્મની ધમકી આપવામાં આવી છે તે ખૂબ જ શરમજનક છે. આ ટીમે આપણને હજારો વાર ગર્વની અનુભતી કરાવી છે, હારમાં આ સસ્તી કેમ થઇ ગઇ? મેં દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે, 9 મહિનાની બાળકીને દુષ્કરમની ધમકી આપનારા તમામની ધરપકડ કરો! મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્વાતિ માલીવાલે કહ્યું કે, મને ખબર પડી છે કે કેટલાક લોકો ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની 9 મહિનાની બાળકી પર દુષ્કર્મ કરવાની ધમકી આપી રહ્યા છે. કારણ કે T20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું અને વિરાટ કોહલીએ મોહમ્મદ શમીનો બચાવ કર્યો હતો. જ્યારે કેટલાક ટ્રોલર્સે તેના ધર્મનાં કારણે નિશાન સાધ્યું હતું. આનાથી વધુ શરમજનક શું હોઈ શકે?