આગ/ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં ભીષણ આગ લાગતા 4 બાળક સહિત 6 લોકોના મોત, CMએ દુ:ખ વ્યક્ત કર્યું,વળતરની કરી જાહેરાત

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં મંગળવારે શોર્ટ સર્કિટના  કારણે લાગેલી આગમાં બાળક સહિત 6 લોકોના દાઝી જવાથી મોત થયા છે.

Top Stories India
આગ

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં મંગળવારે શોર્ટ સર્કિટના  કારણે લાગેલી આગમાં બાળક સહિત 6 લોકોના દાઝી જવાથી મોત થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર  ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં આગ લાગવાને કારણે એક જ પરિવારના 6 લોકો જીવતા દાઝી ગયા હતા જેના લીધે તેમનું મોત નિપજ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ખળભળાટ મચી ગયો હતો. નોંધનીય છે કે  અકસ્માતની માહિતી પોલીસ અને ફાયર વિભાગને આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા  પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે આ ઘટના જસરાના વિસ્તારના પધમ શહેરમાં બની હતી. અહીં એક ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેણે વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિરોઝાબાદના જસરાનામાં એક દુકાન અને તેની ઉપર બનેલા મકાનમાં આગ લાગવાની ઘટનામાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના આત્માની શાંતિની કામના કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને તાત્કાલિક ધોરણે બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં સૂચના આપી દીધી છે.

Earthquake/દિલ્હીમાં ફરી ધરતી ધ્રૂજી, હળવા આંચકા અનુભવાયા

Gujarat Election/રવિન્દ્ર જાડેજાના પિતાએ તેમની પત્ની વિરુદ્ધ પ્રચાર કર્યો,