દરોડા/ વડોદરાના સિંધરોટ ગામમાં ડ્રગ્સની ફેકટરી પકડાઇ, ATSએ દરોડા પાડિને કરી મોટી કાર્યવાહી

ગુજરાતના વડોદરા માંથી ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્ર્ગ્સ પકડાઇ રહ્યું જેના લીધે સમગ્ર રાજય બદનામ થઇ રહ્યું છે.

Top Stories Gujarat
સિંધરોટ
  • વડોદરામાં એટીએસને મળી મોટી સફળતા
  • વડોદરાના સિંધરોટ ગામમાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ
  • MD ડ્રગ્સ બનાવવાની બાતમીને આધારે દરોડા
  • છેલ્લા ઘણા સમયથી બનતું હતું ડ્રગ્સ
  • ફેકટરીમાં ડ્રગ્સનું મટીરીયલ કે કેમિકલ તેની તપાસ
  • FSLની ટીમને સાથે રાખી કરાઇ રહી છે તપાસ

ગુજરાતના વડોદરાના સિંધરોટ ગામમાથી ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્ર્ગ્સ પકડાઇ રહ્યું જેના લીધે સમગ્ર રાજય બદનામ થઇ રહ્યું છે. ગુજરાત ડ્રગ્સનો હબ બની રહ્યું છે. વડોદરામાંથી ડ્ર્ગ્સ બનાવવાની ફેકટરી પકડાઇ છે. વડોદરાના સિંધરોટ ગામમાં  MD ડ્રગ્સ બનાવતી મોટી ફેકટરીને એટીએસે પકડી પાડી છે. આ ફેકટરી પકડાતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સિંધરોડ ગામમાંથી ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડાઇ છે,રાજયની એટીએસ પોલીસને મોટી સફળતા સાંપડી છે. પોલીસને બાતમી મળી હતી કે સિંધરોટ ગામમાં MD ડ્રગ્સ બનાવતી ફેકટરી કાર્યરત છે જેના આધારે એટીએસે દરોડા પાડીને ફેકટરી પકડી પાડી છે.. પોલીસે એફએસએલની ટીમને પણ સાથે રાખી હતી. એટીએસ પોલીસે હાલ ડ્રગ્સ બનાવવામાં વપરાતું મટીરિયલ અને કેમિકલ જપ્ત કર્યા છે અને તપાસ માટે એફએસએલને સોંપી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ ફેકટરી કાર્યરત હતી.

એટીએસને આ સિંધરોટ પર ડ્રગ્સ બનાવતી ફેકટરી કાર્યરત હોવાની બાતમી મળતા તેના પર વોચ રાખીને ગઇકાલે દરોડા પાડિને ફેકટરીને પકડી પાડી છે.પોલીસે હાલ આ મામલે ઉચ્ચ તપાસ હાથ ધી છે. આ નેટવર્ક ગુજરાતના ક્યા વિસ્તારમાં કાર્યરત છે તે અંગેની થપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Gujarat Election/રવિન્દ્ર જાડેજાના પિતાએ તેમની પત્ની વિરુદ્ધ પ્રચાર કર્યો, જાણો શું છે કારણ

gujrat election 2022/ભાજપની સામે પડકાર આપવોતો દૂર પરંતુ ચૂંટણી લડવાની સ્થિતીમાં પણ કોઇ નથીઃજેપી

Earthquake/દિલ્હીમાં ફરી ધરતી ધ્રૂજી, હળવા આંચકા અનુભવાયા

Gujarat Assembly Election 2022/2012માં અસ્તિત્વમાં આવ્યું હતું ઘાટલોડિયા, આ બેઠકે ગુજરાતને આપ્યા બે મુખ્યમંત્રી

Gujarat Election/ખેડબ્રહ્મા ST બેઠક પર કોંગ્રેસનો દબદબો, જાણો રાજકીય ગણિત