સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામે માતાજીની માનતાના પ્રાચીન ફૂલોના તેમજ તાંબાના ગરબા નીકાળવામાં આવે છે. જૂના પ્રાચીન રૂઢીગત સંસ્કૃતિકસભર ગરબા આજે પણ અહીં જોવા મળી રહયા છે.

અહીં ગામના માતાજીના ચાચર ચોકમાં આઠમના રાત્રે માનતાઓના ગ્રામજનોના ઘરોમાંથી નીકળી ચાચર ચોકમાં આવે છે.

જેમાં ફૂલોની માંડવીઓ અને તાંબાના એમ બે પ્રકારના ગરબા મહિલાઓ માથે મૂકી ગરબા ઘૂમે છે. અને ત્યાર બાદ આ ગરબા માતાજીના મંદિરમાં મુકવામાં આવે છે.

ગામમાં કોઈના ઘરે સંતાન પ્રાપ્તિ થાય, લગ્ન થાય અને તેમની મનોકામના પુરી થાય ત્યારે નવરાત્રીની આઠમે તેના ઘરેથી આ ગરબા કાઢવામાં આવે છે અને આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે તેના આજે પણ ગ્રામજનો નિભાવી રહયા છે.
