Bhavnagar News/ ભાવનગરમાં Instagram Love Storyનો હાઈવોલ્ટેજ ડ્રામા, લગ્ન મુદ્દે પ્રેમી-પ્રેમિકા પહોંચ્યા પોલીસ સ્ટેશન

Bhavnagar Love Story: Instagram પરથી શરૂ થયેલો પ્રેમ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો… ભાવનગરમાં યુવક-યુવતી વચ્ચે લગ્ન મુદ્દે થયો હાઈવોલ્ટેજ ડ્રામા.

Top Stories Gujarat Others Breaking News
Bhavnagar Love Story:પ્રેમી-પ્રેમિકાએ સામસામે નોંધાવી ફરિયાદ

Bhavnagar Love Story: ભાવનગરમાં યુવક અને યુવતી વચ્ચેનો પ્રેમ (Bhavnagar Love Story) સંબંધ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા સમગ્ર શહેરમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પરથી શરૂ થયેલો પરિચય પ્રેમ સંબંધમાં બદલાયો હતો, પરંતુ લગ્ન મુદ્દે વિવાદ સર્જાતા મામલો તંગ બન્યો હતો. અંતે યુવક અને યુવતી બંનેએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. માહિતી અનુસાર, યુવતી પોતાની બહેનપણી સાથે યુવકના ઘરે પહોંચી હતી અને લગ્ન કરવાની માંગ કરી હતી. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

“હું વિરાજની ગર્લફ્રેન્ડ છું, મારે લગ્ન કરવા છે”

યુવકના પરિવાર તરફથી નોંધાયેલી ફરિયાદ મુજબ, યુવકની બહેન પોતાના પિયરમાં વેકેશન માટે ગઈ હતી ત્યારે બે યુવતીઓ તેમના ઘરે આવી પહોંચી હતી. બંને યુવતીઓ પાર્કિંગ વિસ્તારમાં આવીને પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગી હતી.પરિવારનો આક્ષેપ છે કે યુવતીઓએ અપશબ્દો બોલ્યા હતા અને યુવક વિરાજ સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. યુવતી પોતાને વિરાજની ગર્લફ્રેન્ડ ગણાવી રહી હતી અને પરિવાર સામે લગ્ન કરવાની માંગ કરી રહી હતી.

પરિવારજનોએ યુવતીઓના માતા-પિતાનો સંપર્ક કરવા માટે નંબર માંગ્યા હતા, જેના કારણે વાત વધુ બગડી હતી. ફરિયાદ મુજબ, આ દરમિયાન યુવતીઓએ વૃદ્ધ મહિલાને ધક્કો માર્યો હતો અને ઘરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.આ મામલે ભાવનગર (Bhavnagar Love Story) પોલીસ સ્ટેશનમાં બંને યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

Bhavnagar Love Story
Bhavnagar Love Story

યુવતીનો ગંભીર આક્ષેપ: “લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા”

બીજી તરફ યુવતીએ પણ પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. યુવતીના જણાવ્યા અનુસાર, તેની ઓળખ Instagram મારફતે વિરાજ ઝાલા (Viraj Zala) નામના યુવક સાથે થઈ હતી. યુવકે શરૂઆતમાં પોતાનું નામ ચિરાગ ઝાલા (Chirag Jhala) તરીકે જણાવ્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ શરૂ થયો હતો.યુવતીનો આક્ષેપ છે કે યુવકે લગ્નનું વચન આપી તેની સાથે વિવિધ હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં જ્યારે લગ્નની વાત આગળ વધી ત્યારે યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

Bhavnagar Love Story:“પરિવારે જ્ઞાતિ મુદ્દે અપમાનિત કર્યું”

યુવતીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, લગ્ન મુદ્દે ચર્ચા કરવા માટે તે યુવકના ઘરે ગઈ હતી, પરંતુ ત્યાં યુવકના પરિવારજનોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. યુવતીનો આક્ષેપ છે કે તેને જ્ઞાતિનું નામ લઈને અપમાનિત કરવામાં આવી હતી અને મારામારી પણ કરવામાં આવી હતી.આ ફરિયાદના આધારે પોલીસે વિરાજ ઝાલા સામે એટ્રોસિટી એક્ટ (Atrocity Act) તેમજ BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.આ કેસે ભાવનગરમાં સોશિયલ મીડિયા પરથી શરૂ થતા સંબંધો અને ત્યારબાદ ઊભા થતા વિવાદોને લઈને ફરી ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો:ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP રીમા ઝાલા પર ગંભીર આરોપ

આ પણ વાંચો:પરિણીતા ગર્ભવતી થતા બહેનને ઘરે તો બોલાવી પણ પતિને પ્રેમ થઈ ગયો

આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા