Not Set/ બજાજની દમદાર બાઇક ડોમિનાર થઇ મોંઘી, જાણો શું છે ખાસ વાત

બજાજે તેની ફ્લેગશીપ બાઇક 2019 ડોમિનાર 400 ની કિંમતમાં વધારો કર્યો છે. હવે આ બાઇક માટે ગ્રાહકોએ 6000 રૂપિયા વધુ ખર્ચ કરવો પડશે. આ પછી, આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 1.8 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) પર પહોંચી ગઈ છે. કંપનીનું કહેવું છે કે આ વર્ષે બાઇક જે કિંમતે લોન્ચ કરવામાં આવી હતી (રૂ. 1.74 […]

Tech & Auto

બજાજે તેની ફ્લેગશીપ બાઇક 2019 ડોમિનાર 400 ની કિંમતમાં વધારો કર્યો છે. હવે આ બાઇક માટે ગ્રાહકોએ 6000 રૂપિયા વધુ ખર્ચ કરવો પડશે. આ પછી, આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 1.8 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) પર પહોંચી ગઈ છે. કંપનીનું કહેવું છે કે આ વર્ષે બાઇક જે કિંમતે લોન્ચ કરવામાં આવી હતી (રૂ. 1.74 લાખ) તે પ્રારંભિક હતી. નવી બજાજ ડોમિનર જૂના મોડેલની તુલનામાં ઘણા ફેરફારો સાથે આવે છે.

બાઇકમાં વધારાની કિટ અને પરફોર્મન્સ અપગ્રેડ જોવા મળે છે. નવા ડોમિનારમાં સમાન જૂનું જ 373.3 સીસી એન્જિન આપવામાં આવ્યું છે, પરંતુ તેમાં ડીઓએચસી સેટઅપ આપવામાં આવ્યું છે, જે જૂના બાઇક કરતા વધુ તાકાત પ્રદાન કરે છે. આ બાઇકમાં 39.9 હોર્સ પાવરની તાકાત મળે છે, જ્યારે બાઇકની ટોર્ક ફક્ત 35 એનએમ જ છે.

બજાજે આ બાઇકમાં કંપન ઘટાડવાનું કામ પણ કર્યું છે, જે અગાઉ ડોમિનારમાં એક મોટી સમસ્યા હતી. બાઇકનું સસ્પેન્શન પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. ડોમિનાપ 2019માં સારુ યૂએસડી ફ્રંડ ફોર્ક અને રિટ્યૂન કરવામાં આવેલ રિયર મોનોશોક આપવામાં આવેલ છે. જ્યારે ફ્રન્ટ બ્રેકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

2019 ડોમિનાર જૂના મોડેલ જેવું જ લાગે છે. જોકે આ વખતે કંપનીએ બાઇકને નવા રંગના ઓરોરા ગ્રીનમાં રજૂ કરી છે, જેમાં બ્લેકઆઉટ પેનલ અને ડાયમંડ કટ સ્ટાઇલવાળી એલોય વ્હીલ મળે છે. બજાજ ટૂંક સમયમાં જ આ બાઇકને નવા ગ્લોસી લાલ રંગમાં લોન્ચ કરી શકે છે. કંપની આ વર્ષનાં અંત સુધીમાં આ વેરિઅન્ટ રજૂ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.