Mobile/ Realmeના દમદાર ફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, અહીંથી કરો ખરીદી

વર્ષ 2021 શરૂ થતાંની સાથે જ નવા સ્માર્ટફોન બજારમાં હરાફાઇમાં છે. કંપનીઓ તેમના જૂના સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. તાજેતરમાં પોકો અને સેમસંગે તેમના ઘણા લોકપ્રિય સ્માર્ટફોનની કિંમતને સત્તાવાર રીતે ઘટાડી છે. રીયલમીનો, લોકપ્રિય સ્માર્ટફોન રિયલમી 7 પણ ઓછી કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ છે. જોકે, કંપનીએ તેની કિંમતમાં ઘટાડા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી […]

Tech & Auto

વર્ષ 2021 શરૂ થતાંની સાથે જ નવા સ્માર્ટફોન બજારમાં હરાફાઇમાં છે. કંપનીઓ તેમના જૂના સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. તાજેતરમાં પોકો અને સેમસંગે તેમના ઘણા લોકપ્રિય સ્માર્ટફોનની કિંમતને સત્તાવાર રીતે ઘટાડી છે. રીયલમીનો, લોકપ્રિય સ્માર્ટફોન રિયલમી 7 પણ ઓછી કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ છે. જોકે, કંપનીએ તેની કિંમતમાં ઘટાડા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ આ સ્માર્ટફોન ઓછી કિંમતે ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.

Realme 7 review - GSMArena.com tests - The WhitePost

 

Realme 7 પર ભારે છૂટ
રીયલમી 7 પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ વિશે વાત કરીએ તો યૂઝર્સ આ સ્માર્ટફોનના 6 જીબી + 64 જીબી સ્ટોરેજ મોડેલને 14,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ સિવાય આ સ્માર્ટફોનને નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ અને એક્સચેન્જ ઓફરમાં ખરીદવાની પણ તક છે. એક્સચેન્ ઓફર હેઠળ આપવામાં આવતા ડિસ્કાઉન્ટમાં યૂઝર્સ જૂના સ્માર્ટફોનનો મોડેલ નંબર દાખલ કર્યા પછી જ દેખાશે. ત્યારબાદ રીયલમી ની કિંમત મળશે.

Realme 7 Pro, Realme 7 with four rear cameras launched in India | The Bharat Express News

Realme 7 ની સુવિધાઓ
આ સ્માર્ટફોનમાં યૂઝર્સને ચાર રીઅર કેમેરા મળશે. ફોનનું પ્રાયમરી સેન્સર 64 એમપી છે, જ્યારે તેમાં 8 એમપી અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે. 2 એમપી મોનોક્રોમ લેન્સ અને 2 એમપી મેક્રો લેન્સ છે. જો તમે સેલ્ફીના શોખીન છો તો રીયલમી 7 માં તમને 16 ફ્રન્ટ કેમેરા મળશે. આ ફોન મીડિયાટેક હેલિયો જી 95 પ્રોસેસર પર આપવામાં આવ્યો છે અને એન્ડ્રોઇડ 10 ઓએસ પર કામ કરે છે.

રીયલમી 7 માં 6.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે, જેનો સ્ક્રીન રિઝોલ્યુશન 2400 x 1080 પિક્સેલ્સ છે. પાવર બેકઅપ માટે યૂઝર્સને 5000mAh ની બેટરી મળશે, જે 30W ડાર્ટ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.