વિશાખાપટ્ટનમ,
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં નકસલવાદીઓ એક દર્દનાક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. રાજ્યમાં સત્તાધારી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના બે નેતાઓની નક્સલીઓએ ગોળી મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
નકસલવાદીઓ દ્વારા અરાકુના ધારાસભ્ય કિદારી સર્વે સ્વરા રાવ તેમજ પૂર્વ MLA અને TDP નેતા સિવેરી સોમાની ડુંબરીગુડા મંડળમાં ગોળી મારવામાં આવી હતી અને આ TDP નેતાઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ ઉપરાંત માહિતી સામે આવી રહી છે કે, નક્સલીઓના હુમલામાં ધારાસભ્ય રાવના પર્સનલ આસિસ્ટન્ટનું પણ મોત થયું છે.
TDP leaders Kidari Sarveswara Rao (pic 1) & Siveri Soma (pic 2), present and former MLA from Araku respectively, who were shot dead by Naxals in Visakhapatnam today. #AndhraPradesh pic.twitter.com/PmlfDzlPFl
— ANI (@ANI) September 23, 2018
મળતી માહિતી મુજબ, અરાકુ ઘાટીમાં બંને નેતાઓ પર નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, રાવ YSR કોંગ્રેસ પાર્ટી માંથી TDPમાં શામેલ થયા હતા અને રાજ્યની ચંદ્રબાબુ નાયડુ સરકારમાં પોતાના માટે મંત્રીપદ મેળવવા માંગતા હતા, પરંતુ આ પહેલા જ નક્સલીઓના હુમલામાં તેઓનું મોત થયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અરાકુના ધારાસભ્ય કિદારી સર્વે સ્વરા રાવને ઘણીવાર નક્સલીઓ તરફથી હત્યાની ઘમકીઓ મળતી આવી છે.
જો કે આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી બાજુ નક્સલીઓના હુમલામાં મૃત્યુ પામેલા બે નેતાઓ અને એક પીએના મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા છે.
