ફ્રેન્ડશીપ ડે નિમિત્તે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યું છે, ‘હમ દો, હમારે દો ની સરકારને હેપી ફ્રેન્ડશિપ ડે’. આ કેપ્શનનાં બહાને રાહુલ ગાંધીએ નામ લીધા વગર મોદી સરકાર પર કેટલાક ઉદ્યોગપતિઓ માટે કામ કરતી સરકાર હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો – કોરોના / જાપાન, થાઇલેન્ડ અને મલેશિયામાં કોરોના ડેલ્ટા વેરિએન્ટએ મચાવી તબાહી, અમેરિકામાં એક લાખ નવા કેસ
સાંસદ રાહુલ ગાંધીએ રવિવાર 01 ઓગસ્ટનાં રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક ઉદ્યોગપતિઓ સાથે જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ વીડિયો થોડા સમય પહેલા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘હેપી ફ્રેન્ડશીપ ડે ટૂ’ હમ દો, હમારે દો’કી સરકાર’. આપને જણાવી દઈએ કે, આ વીડિયો પર એક લાખની નજીક કોમેન્ટ્સ આવી ચુકી છે. આ પહેલા રાહુલ ગાંધીએ વેક્સિનનાં અભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રવિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, જુલાઈ મહિનો ગયો, પરંતુ વેક્સિનનો અભાવ દૂર થયો નથી. આપને જણાવી દઈએ કે, આ ટ્વીટ સાથે રાહુલ ગાંધીએ તેમના જૂના ટ્વીટને ટાંક્યુ છે, જે તેમણે 2 જુલાઈએ કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના જૂના ટ્વીટમાં કહ્યું હતું કે જુલાઈ આવી ગઈ છે, પરંતુ વેક્સિન આવી નથી.
આ પણ વાંચો – રાજકારણ / ભાજપનાં મંત્રીએ લોકોને ચિકન, મટન અને માછલીથી વધુ બીફ ખાવાની આપી સલાહ
આપને જણાવી દઈએ કે, જુલાઈમાં કેન્દ્ર સરકારે વેક્સિનની અછતને દૂર કરવાની વાત કરી હતી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, જુલાઈનાં અંત સુધીમાં 50 કરોડ નાગરિકોને વેક્સિન આપવામાં આવશે, પરંતુ મંગળવારે સરકારે આ દાવાને ફગાવી દીધા છે. જો કે, સરકારે કહ્યું હતું કે, જુલાઈ સુધીમાં કુલ 51.60 કરોડ ડોઝ ચોક્કસપણે આપવામાં આવશે. જો કે, જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે મે અને જૂનની સરખામણીમાં જુલાઈમાં રસીકરણની સંખ્યામાં વધારો થયો છે. જુલાઈમાં રેકોર્ડ 13 કરોડ રસી ડોઝ લાગુ કરવામાં આવી છે.
