IPL 2021/ ખતરનાક બેટિંગ કરી રહેલા રસેલને શાર્દુલ ઠાકોરે બતાવ્યો પેવેલિયનનો રસ્તો, Video વાયરલ

શાર્દુલની સામે, KKR નાં સૌથી ખતરનાક બેટ્સમેન ગણાતા આન્દ્રે રસેલ નબળો સાબિત થયો અને CSK નાં ફાસ્ટ બોલરે તેને શાનદાર બોલિંગ દ્વારા પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો

Sports
1 384 ખતરનાક બેટિંગ કરી રહેલા રસેલને શાર્દુલ ઠાકોરે બતાવ્યો પેવેલિયનનો રસ્તો, Video વાયરલ

IPL ની 38 મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સની વચ્ચે અબુ ધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમીઇ હતી. જેમા ચેન્નઈનાં શાર્દુલ ઠાકોર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાની બોલિંગથી એકવાર ફરી છાપ ઉભી કરવામાં સફળ રહ્યો છે.

1 385 ખતરનાક બેટિંગ કરી રહેલા રસેલને શાર્દુલ ઠાકોરે બતાવ્યો પેવેલિયનનો રસ્તો, Video વાયરલ

આ પણ વાંચો – IPL / રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકાતાને હરાવ્યું,જાડેજાએ મેચની બાજી પલટી

આપને જણાવી દઇએ કે, શાર્દુલની સામે, KKR નાં સૌથી ખતરનાક બેટ્સમેન ગણાતા આન્દ્રે રસેલ નબળો સાબિત થયો અને CSK નાં ફાસ્ટ બોલરે તેને શાનદાર બોલિંગ દ્વારા પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. એટલું જ નહીં, શાર્દુલે ઓપનર વેંકટેશ અય્યરની પણ વિકેટ લીધી, જેણે મુંબઈ સામે કોલકાતાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેના કારણે KKR નું સ્કોર બોર્ડ પર 200 રન મૂકવાનું સપનું અધૂરું રહ્યું હતુ. જણાવી દઇએ કે, આન્દ્રે રસેલ 14 બોલ રમ્યા બાદ 20 રન બનાવીને ક્રિઝ પર સેટ દેખાતો હતા અને KKR ને મોટા સ્કોર તરફ લઈ જઇ રહ્યો હતો. કેપ્ટન ધોનીએ 17 મી ઓવર માટે બોલ શાર્દુલ ઠાકુરને આપ્યો. શાર્દુલે પ્રથમ ત્રણ બોલમાં ચાર રન આપ્યા અને રસેલ પર દબાણ વધાર્યું. જેના કારણે, તે પછીનાં બોલ પર મોટો શોટ લગાવવાની ઉચાવળમાં, રસેલે તાકતથી બેટ ફેરવ્યું અને બોલ તેના બેટની અંદરની કિનારીથી સ્ટમ્પમાં લાગ્યો. આ રીતે શાર્દુલે કેરેબિયન બેટ્સમેનની ઇનિંગનો અંત લાવ્યો.

જુઓ Video

https://www.iplt20.com/video/240562/m38-csk-vs-kkr-andre-russell-wicket

અગાઉ, આ CSK ફાસ્ટ બોલરે વેંકટેશ અય્યરની વિકેટ પણ લીધી હતી, જેમણે પ્રથમ બે મેચમાં KKR માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. શાર્દુલે તેની ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને બે મોટી વિકેટ લીધી હતી. આપને જણાવી દઇએ કે, ટોસ જીત્યા બાદ KKR એ પહેલા બેટિંગ શરૂ કરી. ઓપનિંગમાં આવેલા શુભમન ગિલે બે ચોક્કા ફટકાર્યા અને બાદમાં અંબાતી રાયડુનાં સીધા થ્રો પર પેવેલિયન પરત ફર્યો. આ પછી શાર્દુલ ઠાકુરે પણ ખતરનાક દેખાતા વેંકટેશ અય્યર (18) ને ધોનીનાં હાથે કેચ કરાવ્યો હતો.

1 386 ખતરનાક બેટિંગ કરી રહેલા રસેલને શાર્દુલ ઠાકોરે બતાવ્યો પેવેલિયનનો રસ્તો, Video વાયરલ

આ પણ વાંચો – Cricket / અંતિમ વન-ડેમાં ભારતની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવી પરતું શ્રેણી 2-1થી હારી

કેપ્ટન મોર્ગન આ મેચમાં કઇ ખાસ બતાવી શક્યો ન હતો, જ્યારે રાહુલ ત્રિપાઠી 45 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ રવિન્દ્ર જાડેજા દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. છેલ્લી ઓવરમાં નીતિશ રાણાએ સારી બેટિંગ કરી અને 26 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી, જ્યારે દિનેશ કાર્તિકે 11 બોલમાં 26 રન બનાવ્યા. જેના કારણે કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવ્યા હતા.