Not Set/ આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર બેટ્સમેન બન્યો માંકડિંગનો શિકાર, વિવાદ શરૂ

જયપુર, દેશમાં આઇપીએલની સીઝન પૂરજોશમાં જામી છે ત્યારે આ વખતે આઇપીએલના ઇતિહાસમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી જોસ બટલર માંકડિંગના શિકાર બનનાર પહેલા ખેલાડી બન્યા છે. રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન આર અશ્વિને જોસ બટલરને માંકડિંગથી આઉટ કર્યો હતો. બટલરે સર્વાધિક 43 બોલમાં 69 રન કર્યા હતા. જો કે […]

Sports
mankad out 20190381305 આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર બેટ્સમેન બન્યો માંકડિંગનો શિકાર, વિવાદ શરૂ

જયપુર,

દેશમાં આઇપીએલની સીઝન પૂરજોશમાં જામી છે ત્યારે આ વખતે આઇપીએલના ઇતિહાસમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી જોસ બટલર માંકડિંગના શિકાર બનનાર પહેલા ખેલાડી બન્યા છે. રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન આર અશ્વિને જોસ બટલરને માંકડિંગથી આઉટ કર્યો હતો. બટલરે સર્વાધિક 43 બોલમાં 69 રન કર્યા હતા. જો કે અશ્વિને તેને ચેતવણી આપ્યા વગર આઉટ કર્યો હતો.

જણાવી દઇએ કે રમતના નિયમ અનુસાર ત્રીજા અમ્પાયરે તેને આઉટ કર્યો હતો જો કે આ પ્રકારની વિકેટને રમતની દુનિયામાં ભાવનાથી વિરુદ્વ માનવામાં આવે છે. આ બાદ બટલર અને અશ્વિન વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1992-93 માં દક્ષિણ આફ્રિકા વિરુદ્વની શ્રેણી દરમિયાન કપિલ દેવે પીટર કર્સ્ટનને પણ માંકડિંગથી આઉટ કર્યો હતો.

Instagram will load in the frontend.

બીજી તરફ ઘરેલુ ક્રિકેટમાં પણ મુરલી કાર્તિકે બંગાળના સંદીપન દાસને રણજી ટ્રોફી મેચ દરમિયાન આ રીતે જ આઉટ કર્યો હતો. જણાવી દઇએ કે જો મેચમાં નોન સ્ટ્રાઇકર બેટ્સમેન બોલરના હાથમાંથી બોલ છૂટ્યા પહેલા ક્રીઝથી બહાર નીકળી જાય તો તેને જે રન આઉટ કરવામાં આવે છે તેને માંકડિંગ કહેવાય છે.