jasprit bumrah/ “જસપ્રિત બુમરાહ” પિતા બન્યા; પત્ની સંજનાએ પુત્રને જન્મ આપ્યો, તસવીર શેર કરીને આપી ખુશખબરી

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયા છે. તેમની પત્ની સંજના ગણેશનને એક પુત્રને જન્મ આપ્યો છે. સંજના અને બુમરાહ પહેલીવાર માતા-પિતા બન્યા છે. જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને પિતા બનવાની જાણકારી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે તેના પુત્રનું નામ અંગદ રાખવામાં આવ્યું છે. બુમરાહ હાલમાં મુંબઈમાં છે […]

Trending Sports

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયા છે. તેમની પત્ની સંજના ગણેશનને એક પુત્રને જન્મ આપ્યો છે. સંજના અને બુમરાહ પહેલીવાર માતા-પિતા બન્યા છે. જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને પિતા બનવાની જાણકારી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે તેના પુત્રનું નામ અંગદ રાખવામાં આવ્યું છે.

બુમરાહ હાલમાં મુંબઈમાં છે અને નેપાળ સામેની મેચમાં રમશે નહીં. પાકિસ્તાન સામેની મેચ બાદ તે શ્રીલંકાથી ભારત પરત ફર્યો હતો. હવે તે એશિયા કપમાં સુપર ફોરની મેચો માટે શ્રીલંકા પરત જશે.

https://www.instagram.com/p/Cwwc_ZLvY0T/?utm_source=ig_embed&ig_rid=2958e409-ead5-4282-842a-16ffcad72340

બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની પત્ની સંજના અને પુત્રના હાથ દેખાઈ રહ્યા છે. આ તસવીર શેર કરતાં બુમરાહે લખ્યું, “અમારો નાનો પરિવાર હવે મોટો થઈ ગયો છે અને અમારું હૃદય અમે ક્યારેય ધાર્યું હતું તે કરતાં વધુ ભરેલું છે! આજે સવારે અમે અમારા નાના પુત્ર “અંગદ”, જસપ્રિત બુમરાહનું સ્વાગત કર્યું. અમે ખૂબ જ ખુશ છીએ.” આ સાથે તેમણે દિલની ઈમોજી શેર કરી અને કહ્યું કે આ મેસેજ જસપ્રીત અને સંજના તરફથી છે.

બુમરાહ અને સંજનાના લગ્ન 2021માં થયા હતા

જસપ્રીત બુમરાહે માર્ચ 2021માં ટીવી એન્કર અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં ફક્ત નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંબંધીઓને મોબાઈલ ફોન પણ લઈ જવા દેવામાં આવ્યા ન હતા. સંજના અને બુમરાહ લગ્નના બે વર્ષ બાદ માતા-પિતા બન્યા છે.

બંનેએ ક્યારેય તેમના અફેરની ખબર પડવા દીધી નથી. લોકોને આ વિશે ત્યારે જ ખબર પડી જ્યારે બુમરાહે લગ્ન બાદ ફોટો શેર કર્યો. સંજના પહેલા બુમરાહનું નામ દક્ષિણ ભારતીય અભિનેત્રી સાથે પણ જોડાયું હતું.

આ પણ વાંચો: G20 & India-Argentina Defence Deal/ G-20 સમિટ માટે દિલ્હી આવી રહ્યા છે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ , શું ડિફેન્સ ડીલ પર થશે વાતચીત?

આ પણ વાંચો: LOOT/ અમદાવાદમાં લૂંટારુઓ બેફામઃ નારણપુરામાં ધોળા દિવસે વેપારી લૂંટાયો

આ પણ વાંચો:Asia Cup 2023/ “એશિયા કપ” પર સંકટના વાદળો ઘેરાયા! પાણી-પણી થયું કોલંબો: જાણો શું છે લેટેસ્ટ અપડેટ