Not Set/ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી વિજય સાથે જ પંતે કર્યો ધડાકો, ધોની-ફારુક જેવા દિગ્ગજોને છોડ્યા પાછળ

દુબઈ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમે એક ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે ૨-૧થી ટેસ્ટ સિરીઝ જીતવાની સાથે જ હવે ટીમના ખેલાડીઓએ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેનોની રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે, જયારે ભારતની બીજી “વોલ” […]

Trending Sports
1036143910 594x594 3476075 835x547 m ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી વિજય સાથે જ પંતે કર્યો ધડાકો, ધોની-ફારુક જેવા દિગ્ગજોને છોડ્યા પાછળ

દુબઈ,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમે એક ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે ૨-૧થી ટેસ્ટ સિરીઝ જીતવાની સાથે જ હવે ટીમના ખેલાડીઓએ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેનોની રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે, જયારે ભારતની બીજી “વોલ” કહેવાતા ચેતેશ્વર પુજારાએ રેન્કિંગમાં સર્વશ્રેષ્ઠ ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.

pant07012019.jpeg?jiT ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી વિજય સાથે જ પંતે કર્યો ધડાકો, ધોની-ફારુક જેવા દિગ્ગજોને છોડ્યા પાછળ
sports-ind-vs-aus-icc-test-ranking-rishabh-pant-jumped-highest-rating point indian-wicketkeeper-batsman

બીજી બાજુ ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સૌથી ઉંચી છલાંગ લગાવી એક ઈતિહાસ રચ્યો છે, જે ખુદ એમ એસ ધોની અને પૂર્વ વિકેટકીપર ફારુક એન્જિનિયર કરી શક્યા નથી.

૨૧ વર્ષીય પંતે ICC ટેસ્ટ રેન્કિંગમાં ૧૭મું સ્થાન હાંસલ કર્યું છે, જે કોઈ પણ ભારતીય વિકેટકીપર બેટ્સમેન માટે સર્વશ્રેષ્ઠ છે.

1546608827 Pant AP 1 ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી વિજય સાથે જ પંતે કર્યો ધડાકો, ધોની-ફારુક જેવા દિગ્ગજોને છોડ્યા પાછળ
sports-ind-vs-aus-icc-test-ranking-rishabh-pant-jumped-highest-rating point indian-wicketkeeper-batsman

ઋષભ પંતે બેટ્સમેનોના રેન્કિંગમાં ૧૭મું સ્થાન હાંસલ કરવાની સાથે જ પૂર્વ વિકેટકીપર ફારુક એન્જિનિયરની બરાબરી કરી લીધી છે. પંત પહેલા એન્જિનિયરે ૧૯૭૩માં ૧૭મું સ્થાન હાંસલ કર્યું હતું.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા પંત ૫૯માં સ્થાન પર હતો, પરંતુ આ સિરીઝ દરમિયાન પોતાનું આગવું ફોર્મ દર્શાવતા પોતાના કેરિયરનું સર્વશ્રેષ્ઠ ૧૭મું સ્થાન મેળવ્યું છે.

આ ઉપરાંત ICC ટેસ્ટ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ (૬૭૩) મેળવનારો બેટ્સમેન બની ગયો છે. પંત પહેલા એમ એસ ધોનીએ સૌથી વધુ ૬૬૨ પોઈન્ટ મેળવ્યા હતા.