Not Set/ 360 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી મુંબઈ દુબઈની ફ્લાઈટમાં માત્ર 1 મુસાફર, આવો રહ્યો અનુભવ

કોરાનાકાળમાં વિશ્વના અનેક દેશોએ ભારતીયોની અવરજવર પર પ્રતિબંધ મુકી દીધો છે, ત્યારે વાત માનવામાં ના આવે તેવી છે પરંતુ, આ સાચું છે.

Top Stories India
A 341 360 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી મુંબઈ દુબઈની ફ્લાઈટમાં માત્ર 1 મુસાફર, આવો રહ્યો અનુભવ

કોરાનાકાળમાં વિશ્વના અનેક દેશોએ ભારતીયોની અવરજવર પર પ્રતિબંધ મુકી દીધો છે, ત્યારે વાત માનવામાં ના આવે તેવી છે પરંતુ, આ સાચું છે. એક વ્યક્તિએ 19 મેના રોજ મુંબઈથી દુબઈ જતી અમીરાતની ફ્લાઈટમાં પ્રવાસ કરવા ટિકિટ માટે રૂ. 18,000 ચૂકવ્યા હતા અને આ બોઈંગ 777 એરક્રાફ્ટમાં એકલા મુસાફરી કરી હતી. હકીકતમાં આ ફ્લાઈટ માટે ભાવેશ નામના 40 વર્ષના વ્યક્તિએ એક અઠવાડિયા પહેલા જ ટિકિટ બુક કરાવી હતી.

સંયુકત આરબ અમીરાત દ્વારા પણ ભારતીયોના પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પોતાના દેશના નાગરીકો ઉપરાંત ગોલ્ડન વિઝા ધરાવનાર તથા રાજદ્વારી સ્ટાફ માટે છૂટછાટ છે.ગોલ્ડન વિઝા ધરાવતા સ્ટારજેમ ગ્રુપનાં સીઈઓ ભાવેશ ઝવેરીએ 19 મી મેની મુંબઈથી દુબઈની એમીરેટસ એરલાઈન્સની ટીકીટ બુક કરાવી હતી. સામાન્ય રીતે તેઓ બીઝનેસ કલાસમાં પ્રવાસ કરતા હતા. પરંતુ આ વખતે ઈકોનોમી કલાસની ટીકીટ રૂા.18000 માં બુક કરાવી હતી.

આ પણ વાંચો : ગુપ્તચર એજન્સીઓને covid-19ના ઉત્પત્તિ સ્થળ શોધવા અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના આદેશ

વિમાનના થોડા પ્રવાસીઓ જ મુસાફરી કરતા હોવાથી ઈકોનોમી કલાસની ટીકીટ લીધી હતી. ટીકીટમાં તારીખ ન હોવાથી એરપોર્ટ પર એન્ટ્રી આપવા ઈન્કાર થયો હતો. ત્યારે પોતે એરલાઈન્સ સ્ટાફને ફોન કર્યો હતો અને આખો સ્ટાફ મારી જ પ્રતિક્ષામાં ઉભો રહી ગયો હતો. 360 ઉતારૂઓની ક્ષમતા ધરાવતાં બોઈંગ 777 એરક્રાફટમાં પોતે એકમાત્ર મુસાફર હતો. વિમાનમાં એન્ટ્રી વખતે એરહોસ્ટેસે સામાન્ય કરતાં અલગ જ રીતે સ્વાગત કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mantavya News (@mantavyanews) 

આ પણ વાંચો :રસીકરણના પ્રમાણપત્ર પરથી PM મોદીનો ફોટોગ્રાફ હટાવનાર ત્રીજું રાજ્ય બન્યું પંજાબ

પાઈલટે કોકપીટમાંથી બહાર આવી ભાવેશભાઈ સાથે મજાક કરતા કહ્યું હતું કે શું હું તમને આ પ્લેનની ટુર કરાવી શકું? ફ્લાઈટ મુંબઈથી ઉડીને દુબઈ પહોંચી ત્યાં સુધીમાં સીટ બેલ્ટ પહેરવાથી લઈને ફ્લાઈટ લેન્ડ થઈ રહી છે ત્યાં સુધીની તમામ સૂચના પણ માત્ર ભાવેશભાઈને ઉદ્દેશીને આપવામાં આવી હતી. તેઓ લેન્ડ થયા ત્યારે પણ કન્વેયર બેલ્ટ પર માત્ર તેમની જ બેગ હતી.

ભાવેશભાઈએ જે એરક્રાફ્ટમાં મુંબઈથી દુબઈની ‘રોયલ’ મુસાફરી કરી તે બોઈંગ 777 ની ગણના દુનિયાના સૌથી મોટા ટ્વીન એન્જિન એરક્રાફ્ટ તરીકે થાય છે, જેનું વજન 17 ટન છે અને મુંબઈથી દુબઈ પહોંચવા માટે તેમાં 8 લાખ રુપિયાનું ફ્યુઅલ બાળવું પડે છે. આ રુટ પ્લેન અઢી કલાકમાં કવર કરી લે છે.

આ પણ વાંચો :ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભાવનગરના અસરગ્રસ્તોની મુલાકાત લેશે

છેલ્લા 20 વર્ષથી દુબઈમાં રહેતા ઝવેરી માટે આ એક અનોખો અનુભવ હતો. મુંબઈથી દુબઈ વચ્ચે પ્લેનની ઉડાન માટે બોઈંગ-777 180 ટન વજનનું આ મહાકાય વિમાનને દુબઈ સુધીની સફર માટે રૂા.8 લાખની કિંમતનું 17 ટન ઈંધણનો ખર્ચો આવે. આ લાખો રૂપિયાની ફલાઈટ કોસ્ટીંગ ધરાવતા બોઈંગ-777માં ભાવેશ ઝવેરીને માત્ર રૂા.18000માં વિમાનમાં એકલા બેસી સફર કરવાનો અવસર મળ્યો.

વિમાનમાં એકલા મુસાફરીના રોમાંચથી મને રાત્રે નિંદર જ નહોતી આવી. દુનિયામાં આવા સંજોગો ખુબજ ઓછા હોય છે. 15મી એપ્રીલે બોબપીઠ નામના મુસાફરને  સાઉથ-વેસ્ટ એરલાઈન્સમાં યુડરડેલથી સેન્ટલુઈસ સુધી વિમાનમાં એકલા બેસવાની તક મળી હતી.

આ પણ વાંચો :પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

દુબઈ પ્રવાસનો અનોખો અનુભવ મેળવનારા ભાવેશ ઝવેરીએ ગત વર્ષે જુનમાં દુબઈથી મુંબઈની ચાર્ટર્ડ ફલાઈટ બુક કરાવી હતી. તે વખતે 14 સીટર વિમાનમાં 9 લોકો મુંબઈ આવ્યા હતા. પરંતુ આ વખતનો અનુભવ યાદગીરીરૂપ જ હતો.

sago str 25 360 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી મુંબઈ દુબઈની ફ્લાઈટમાં માત્ર 1 મુસાફર, આવો રહ્યો અનુભવ