Not Set/ JNUમાં હિંસા કરનારા નકાબપોશ હુમલાખોરોની પોલીસે જાહેર કરી તસવીરો

JNU હિંસા પાછળ લેફ્ટ વિંગનો હાથ : સ્ટુડેંટ ફ્રંટ ઓફ ઈંડિયા, ઓલ ઈંડિયા સ્ટુડેંટ ફેડરેશન, ઓલ ઈન્ડિયા સ્ટુડેંટ એસોસિએશન અને ડેમોક્રેટિક સ્ટુડેંટ ફેડરેશનનાં છાત્રોએ JNUમાં આંતક મચાવ્યો હતો. આઈશી ઘોષ, સૂચેતા તાલુકરાજ, યોગેન્દ્ર ભારદ્વાજ, ચૂનચૂન કુમાર, પંકજ મિશ્રા, ભાસ્કર વિજય, પ્રિયા રંજન, વિકાસ પટેલ અને દોલન સાવંત જેવા લેફ્ટનાં છાત્રો જ JNUમાં તોડફોડ-મારામારી કરનારા ગુંડા […]

Top Stories India
pjimage 8 JNUમાં હિંસા કરનારા નકાબપોશ હુમલાખોરોની પોલીસે જાહેર કરી તસવીરો

JNU હિંસા પાછળ લેફ્ટ વિંગનો હાથ : સ્ટુડેંટ ફ્રંટ ઓફ ઈંડિયા, ઓલ ઈંડિયા સ્ટુડેંટ ફેડરેશન, ઓલ ઈન્ડિયા સ્ટુડેંટ એસોસિએશન અને ડેમોક્રેટિક સ્ટુડેંટ ફેડરેશનનાં છાત્રોએ JNUમાં આંતક મચાવ્યો હતો.

આઈશી ઘોષ, સૂચેતા તાલુકરાજ, યોગેન્દ્ર ભારદ્વાજ, ચૂનચૂન કુમાર, પંકજ મિશ્રા, ભાસ્કર વિજય, પ્રિયા રંજન, વિકાસ પટેલ અને દોલન સાવંત જેવા લેફ્ટનાં છાત્રો જ JNUમાં તોડફોડ-મારામારી કરનારા ગુંડા નીકળ્યા.

જેએનયુ હિંસા મામલે દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાંચે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી જેએનયુમાં હિંસા કરનારા દસ વ્યક્તિઓને ઓળખી પાડ્યા છે. સતત ચાર દિવસ સુધી દિલ્હી પોલીસની ટીમે ફેક્ટ ફાઈન્ડિંગ કરીને આ લોકોનાં ફોટો પણ મીડિયા સામે રાખ્યા છે. આ દસ લોકોનાં નામમાં છાત્ર સંઘની અધ્યક્ષ આઈશી ઘોષનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત સૂચેતા તાલુકરાજ, યોગેન્દ્ર ભારદ્વાજ, ચૂનચૂન કુમાર, પંકજ મિશ્રા, ભાસ્કર વિજય, પ્રિયા રંજન, વિકાસ પટેલ અને દોલન સાવંત નામ પણ પોલીસના લિસ્ટમાં સામેલ છે. આ વિદ્યાર્થીઓને નોટિસ આપવામાં આવશે અને તેની પાસે જવાબ માગવામાં આવશે. 5 જાન્યુઆરીની રાત્રે લેફ્ટનાં આઠથી દસ બુકાનીધારી હમલાવરોએ જેએનેયુમાં હિંસા આચરી હતી એ પુરાવાઓને આધારે સાબિત થઈ ચૂક્યું છે. JNUમાં હિંસા કરનારા નકાબપોશ હુમલાખોરોની પોલીસે તસવીરો જાહેર કરતાની સાથે જ લેફ્ટનો રાક્ષસી ચહેરો પણ ઉઘાડો પડી ગયો છે.

ગત રવિવારે જેએનયુમાં ડાબરી વિચારધારા ધરાવતા લેફ્ટનાં SFI, AISA, AISF અને DSF છાત્ર સંગઠનોએ રજિસ્ટ્રેશનની કામગીરીમાં ખલેલ પહોંચાડી હતી. હુમલાખોરો જાણતા હતા કે તેમણે ક્યાં રૂમમાં જઈને હુમલો કરવાનો છે. દિલ્હી પોલીસનાં કહેવા મુજબ બુકાની પહેરી આવેલા ડાબેરી છાત્રો કેમ્પસથી પૂરી રીતે પરિચિત હતા. આ હિંસામાં હુમલાખોરને ઓળખવા અને તેમની પર કાર્યવાહી કરવા માટે પોલીસે વીડિયો અને ફોટોગ્રાફ્સની મદદ લીધી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા 30થી 32 સાક્ષીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા આ તમામ હિંસા આચરનારા ડાબેરી ગુંડાઓને નોટિસ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટુડેંટ ફ્રંટ ઓફ ઈંડિયા, ઓલ ઈંડિયા સ્ટુડેંટ ફેડરેશન, ઓલ ઈન્ડિયા સ્ટુડેંટ એસોસિએશન અને ડેમોક્રેટિક સ્ટુડેંટ ફેડરેશનનાં છાત્રોએ JNUમાં સ્ટુડેંટ રજીસ્ટ્રેશન મામલે આંતક મચાવ્યો હતો. ડાબેરી છાત્રોએ જ JNUની પેરિયાર હોસ્ટેલમાં ઘૂસીને તોડફોડ અને મારામારી કરી હતી જેમાં તેઓ ખુદ પણ ઘવાયા હતા.

https://twitter.com/ANI/status/1215595985574907904?s=20

દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની સંયુક્ત કામગીરી બાદ ડાબેરી વિચારધારા ધરાવતા છાત્ર સંગઠનો અને ડાબેરી ગુંડાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે. આ સાથે જ ફરી એક વખત એ પણ સાબિત થયું છે કે, દેશભરમાં થઈ રહેલી હિંસાઓ પાછળ ડાબેરીઓ જ જવાબદાર છે જે ડાબેરીઓને કોંગ્રેસ અને આપ જેવા રાજકીય પક્ષ મેન-મની-મસલ્સ પાવર પૂરા પાડી રહ્યાં છે. JNU હિંસા બાદ અફવાઓ ફેલાવી એબીવીપીને હિંસા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસની ગહન તપાસ બાદ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, JNUનાં ડાબેરી છાત્રો, ડાબેરી વિચારધારા ધરાવતા વિદ્યાર્થી સંગઠનો, અર્બન નક્સલીઓ જ હિંસાઓ ભડકાવી દેશનાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોચાડી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.