Not Set/ અમદાવાદ/  ગુજ.યુનિ. કેમ્પસમાં ABVP અને NSUI વચ્ચે ઝપાઝપી

યુનિ.માં વિદ્યાર્થી મતદાર યાદી જમા કરાવવા મુદ્દે ઝપાઝપી ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં જ ABVP-NSUI વચ્ચે ઝપાઝપી કોલેજના આચાર્ય વિદ્યાર્થી મતદાર યાદી જમા કરાવવા આવ્યા હતા આચાર્યને ABVP કાર્યકર્તાઓએ બંધક બનાવ્યા હોવાની પણ ફરિયાદ ચૂંટણીમાં કોલેજોની મતદાર યાદી જમા કરાવવાનો આજે અંતિમ દિવસ છેલ્લા ચાર વર્ષથી સેનેટ-વેલ્ફેર ની ચૂંટણીઓ નથી થઈ રહી આ વર્ષે ચૂંટણીઓ યોજાવાની હોવાથી […]

Ahmedabad Gujarat
university અમદાવાદ/  ગુજ.યુનિ. કેમ્પસમાં ABVP અને NSUI વચ્ચે ઝપાઝપી
  • યુનિ.માં વિદ્યાર્થી મતદાર યાદી જમા કરાવવા મુદ્દે ઝપાઝપી
  • ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં જ ABVP-NSUI વચ્ચે ઝપાઝપી
  • કોલેજના આચાર્ય વિદ્યાર્થી મતદાર યાદી જમા કરાવવા આવ્યા હતા
  • આચાર્યને ABVP કાર્યકર્તાઓએ બંધક બનાવ્યા હોવાની પણ ફરિયાદ
  • ચૂંટણીમાં કોલેજોની મતદાર યાદી જમા કરાવવાનો આજે અંતિમ દિવસ
  • છેલ્લા ચાર વર્ષથી સેનેટ-વેલ્ફેર ની ચૂંટણીઓ નથી થઈ રહી
  • આ વર્ષે ચૂંટણીઓ યોજાવાની હોવાથી બંને પક્ષો માટે વર્ચસ્વની લડત

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી  કેમ્પસમાં  ફરી એક વખત ABVP અને NSUI વચ્ચે ઝપાઝપી થઈ છે.  ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ABVP અને NSUI વચ્ચે વિદ્યાર્થી મતદાર યાદી જમા કરાવવા મુદ્દે ઝપાઝપી થઈ હતી.  મતદાર યાદી જમા કરાવવા આવનાર આચાર્યને કોંગ્રેસ તરફી કહેતા બબાલ થઈ હતી.

merry luis 1 અમદાવાદ/  ગુજ.યુનિ. કેમ્પસમાં ABVP અને NSUI વચ્ચે ઝપાઝપી

ABVPના કાર્યકર્તાઓએ વાડજ કોમર્સ કોલેજના આચાર્ય સાથે બોલાચાલી કરવાની સાથોસાથ આચાર્યને બંધક બનાવ્યા હોવાની ફરિયાદ પણ થઈ છે.  છેલ્લા ચાર વર્ષથી સેનેટ-વેલ્ફેરની ચૂંટણીઓ થઈ નથી.  જોકે આ વર્ષે ચૂંટણીઓ યોજાવાની હોવાથી બંને પક્ષો માટે વર્ચસ્વની લડત છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત યુનિવર્સિટીમાં શુક્રવારે એબીવીપીના કાર્યકરો વાડજની કોલેજના એક પ્રિન્સિપાલને વેલ્ફેરની બોર્ડની ચૂંટણી માટે ચોક્કસ મતદારોનો સમાવેશ કરવા માટે દબાણ કરી રહ્યા હતા. તે સમયે અહીં ઉપસ્થિત NSUI અને ABVP બંન્ને વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. મોટેથી બૂમો પાડી રહેલા કાર્યકરો એકબીજા સાથે ઝપાઝપી કરી હતી. જેના કારણે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે સુરક્ષા કર્મચારીઓને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.

ગુજરાત યુનિવર્સિટીની માર્ચમાં યોજાનારી વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલ્ફેરની ચૂંટણીના આડે હવે લગભગ એક મહિના આસપાસનો સમયગાળો બાકી રહ્યા છે ત્યારે એેનએસયુઆઈ-એબીવીપીના કાર્યકરો વચ્ચેના વિખવાદ-ધર્ષણના કારણે દિન પ્રતિદિન ઉગ્ર માહોલ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણીને લઈને ભારે વિવાદ-ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.