Suicide Case/ શું મોડેલ તાન્યા સિંહની આત્મહત્યાનું રહસ્ય કોલ ડિટેઈલથી ખૂલશે…

પોલીસને તાન્યા સિંહના મોબાઈલમાંથી ક્રિકેટર અભિષેક સાથેના કેટલાય અંગત ફોટોગ્રાફ મળ્યા છે. તાન્યા સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલીગન્સમાં રહેતી હતી. હાલમાં સામે આવેલી માહિતી મુજબ તાન્યા મોડલિંગ સાથે ફોશન ડિઝાઈનીંગ અને ડીજેનું કામ કરતી હતી. ફોનમાં ક્રિકેટર સાથે સેલ્ફી અને અંગત ફોટો મળ્યા બાદ જ પોલીસે ક્રિકેટર અભિષેક શર્માને તપાસમાં સામેલ થવા માટે બોલાવ્યો છે. એવી વાત પણ સામે આવી રહી છે કે બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.

Top Stories India
Beginners guide to 47 1 શું મોડેલ તાન્યા સિંહની આત્મહત્યાનું રહસ્ય કોલ ડિટેઈલથી ખૂલશે...

Gujarat News: ગુજરાતના સુરતમાં મોડેલ તાન્યા સિંહ આત્મહત્યા કેસમાં હવે પોલીસ કોલ ડિટેલના આધારે તપાસ આગળ વધારી રહી છે. મોડેલ તાન્યા સિંહના ફોનમાંથી ક્રિકેટર અભિષેક સિંહ સાથેનો ફોટો મળતા આ સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે.

સુરતના પોશ વિસ્તાર વેસુ ખાતકે રહેતી મોડેલ અને ફોશન ડિઝાઈનર તાન્યા સિંહે આપઘાત કેમ કર્યો ? તેની તપાસ માટે હવે સુરત પોલીસ કોલ ડિટેલને આધારે તપાસ કરી રહી છે. 28 વર્ષીય મોડેલની ક્રિકેટર અભિષેક શર્મા સાથે મિત્રતા બહાર આવી છે. પોલીસ પ્રાથમિક તપાસને આધારે એવું માની રહી છે કે લવ અફેર આત્મહત્યાનું કારણ હોઈ શકે છે. મોડેલ તાન્યા સિહે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે તાન્યાએ ફાંસી લગાવી હતી ત્યારે તેના કાનમાં ઈયરફોન લગાવેલા હતા. પોલીસને તાન્યા સિંહના મોબાઈલમાંથી કેટલાક ફોટા મળ્યા છે. આ તસ્વીરો ખૂબ જ અંગત છે. જેમાં તાન્યા સિંહ આઈપીએલ રમી ચુકેલા ક્રિકેટર સાથે ખાનગી પળોમાં દેખાઈ રહી છે.

પોલીસને તાન્યા સિંહના મોબાઈલમાંથી ક્રિકેટર અભિષેક સાથેના કેટલાય અંગત ફોટોગ્રાફ મળ્યા છે. તાન્યા સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલીગન્સમાં રહેતી હતી. હાલમાં સામે આવેલી માહિતી મુજબ તાન્યા મોડલિંગ સાથે ફોશન ડિઝાઈનીંગ અને ડીજેનું કામ કરતી હતી. ફોનમાં ક્રિકેટર સાથે સેલ્ફી અને અંગત ફોટો મળ્યા બાદ જ પોલીસે ક્રિકેટર અભિષેક શર્માને તપાસમાં સામેલ થવા માટે બોલાવ્યો છે. એવી વાત પણ સામે આવી રહી છે કે બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.

સુત્રોના જણાવ્યા મુજબ તાન્યા અભિષેક શર્માને મેસેજ કરતી હતી, પણ કોઈ જવાબ આવતો ન હતો. ગળેફાંસો લગાવ્યો ત્યારે તાન્યાના કાનમાં ઈયર ફોન લગાવેલા હોવાથી પોલીસ એવું માની રહી છે કે મોડેલે વાતટીત દરમિયાન આ આત્મઘાતી પગલું ભર્યું હશે. પોલીસે સીડીઆર સાથે આઈપીડીઆર (ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રિપોર્ટ)ના રિપોર્ટ માટે ટેલીકોમ કંપનીઓને લેખિત જાણ કરી છે. પોલીસ એ નક્કી કરવા માંગે છે કે તાન્યાએ છેલ્લે કોલ કોને કર્યો હતો. પોલીસે સાત દિવસની કોલ ડિટેલ માંગી છે. તે સિવાય પરિવારના લોકોના પણ નિવેદન પણ પોલીસે લીધા છે.

મોડેલ તાન્યા ભવાની સિંહ મુળ રાજસ્થાનના સીકરની રહેવાસી હતી. દીકરીની આત્મહત્યાને કારણે તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તાન્યા છેલ્લા દોઢ વર્ષથી ફેશન ડિઝાઈનીંગ અને મોડેલીંગ કરી રહી હતી. તાન્યાના પિતા પાંડેસરાની મિલમાં મેનેજમેન્ટનું કામ કરે છે. જ્યારે તેનો ભાઈ કેનેડામાં અબ્યાસ કરે છે. જ્યારે તેની એક બહેનના લગ્ન થઈ ગયા છે. તાન્યાએ આપઘાત પહેલા અભિષેક સાથે વાત કરી હોવાની પોલીસને શંકા છે. જોકે પોલીસ કોલ ડિટેલ રિપોર્ટ અને આઈપીડીઆર ની રાહ જોઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat-Liquor-Ban/ શું સરકાર દારૂબંધીના કાયદામાં હજુ વધુ કડકાઈ લાવશે…

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો