Not Set/ મમતાના મંત્રીની ધમકી કહ્યું- જો CAA પાછો નહિ ખેંચાય તો અમિત શાહને કોલકાતામાં પ્રવેશવાની મંજૂરી  નહીં મળે

મમતા સરકારના મંત્રી અને પશ્ચિમ બંગાળમાં જમિઆત-ઉલેમા-એ-હિન્દના પ્રમુખ સિદ્દીક ઉલ્લા ચૌધરીએ નાગરિકતા કાયદા (સીએએ) ના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી છે. સિદ્દિક ઉલ્લા ચૌધરીએ  ધમકી આપી હતી કે જો નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ અમિત શાહને કોલકાતા એરપોર્ટથી બહાર નીકળવા દેશે નહીં. જ્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ […]

Top Stories India
tharur 29 મમતાના મંત્રીની ધમકી કહ્યું- જો CAA પાછો નહિ ખેંચાય તો અમિત શાહને કોલકાતામાં પ્રવેશવાની મંજૂરી  નહીં મળે

મમતા સરકારના મંત્રી અને પશ્ચિમ બંગાળમાં જમિઆત-ઉલેમા-એ-હિન્દના પ્રમુખ સિદ્દીક ઉલ્લા ચૌધરીએ નાગરિકતા કાયદા (સીએએ) ના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી છે. સિદ્દિક ઉલ્લા ચૌધરીએ  ધમકી આપી હતી કે જો નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ અમિત શાહને કોલકાતા એરપોર્ટથી બહાર નીકળવા દેશે નહીં. જ્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં મુલાકાત લેશે, અમે તેમને રોકવા માટે એરપોર્ટની બહાર એક લાખ લોકોને એકત્ર કરીશું.

મંત્રીના આ નિવેદન પર ભાજપ પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે, ‘ચૌધરીએ અગાઉ મુખ્યમંત્રી મમતા બેનર્જીના મૌન સમર્થનથી આવું ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. ઘોષે કહ્યું, રાજ્યના મંત્રી આ રીતે ધમકી કેવી રીતે આપી શકે છે. જો ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શહેરમાં આવવાનું રોકે છે, તો તેમની સ્થિતિ વિશે વિચારો, જે તૃણમૂલ કોંગ્રેસ સાથે નથી.?  તેમનું શું થશે? આગ સાથે રમવાનું બંધ કરો

સીએએ વિરુદ્ધ જમિઆત-ઉલેમા-એ-હિન્દની રેલીમાં તેમણે કહ્યું હતું કે, જો જરૂર પડે તો અમે શાહને શહેરના એરપોર્ટની બહાર પગ પણ નહી મુકવા દઈએ. તેમને રોકવા માટે, અમે ત્યાં એક લાખ લોકોને એકત્રિત કરી શકીએ છીએ. રાજ્યના પુસ્તકાલય સેવા મંત્રીએ દાવો કર્યો હતો કે સંસ્થાની કામગીરી લોકશાહી અને શાંતિપૂર્ણ રહેશે. ચૌધરીએ કહ્યું કે આ વિવાદિત કાયદો માનવતા અને દેશમાં વર્ષોથી વસતા નાગરિકોની વિરુદ્ધ છે.

56 ઇંચની છાતીએ દેશને નિરાશ કર્યો

તેમણે કહ્યું કે, અમે હિંસક વિરોધમાં વિશ્વાસ નથી કરતા, પરંતુ અમે ચોક્કસપણે સીએએ અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) નો પૂરા દિલથી વિરોધ કરીશું. વધુમાં ચૌધરીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતીએ દેશની જનતાને નિરાશ કર્યા છે કારણ કે તેઓ નફરત અને ભાગલાનું રાજકારણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.