Not Set/ ઉનાળામાં બપોરે ૧૨ થી ૨ વાગ્યાના સમયગાળામાં ના નીકળતા ઘરની બહાર, નહી તો..

ઉનાળાની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે અને હવમાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે ગરમી વધારે પડવાની છે. બપોરે જો તમે તડકામાં નીકળો છો તો તે કેટલું નુકશાન કરે છે અને તેનાથી બચવા શું કરશો એ અમે તમને અહી જણાવીશું. પારજાંબલી  કિરણોનું ત્વચા પર રક્ષણ  બપોરે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધીનો તડકો શરીર માટે ખતરારૂપ હોય […]

Health & Fitness
SIU ઉનાળામાં બપોરે ૧૨ થી ૨ વાગ્યાના સમયગાળામાં ના નીકળતા ઘરની બહાર, નહી તો..

ઉનાળાની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે અને હવમાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે ગરમી વધારે પડવાની છે. બપોરે જો તમે તડકામાં નીકળો છો તો તે કેટલું નુકશાન કરે છે અને તેનાથી બચવા શું કરશો એ અમે તમને અહી જણાવીશું.

પારજાંબલી  કિરણોનું ત્વચા પર રક્ષણ 

બપોરે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધીનો તડકો શરીર માટે ખતરારૂપ હોય છે. આ સમયમાં સૂર્યના પારજાંબલી કિલોનું પ્રમાણ સૌથી વધારે હોય છે. સૂર્યના કિરણમાંથી ભલે વિટામીન ડી મળતું હોય પણ આ કિરણો તમારી સ્કીનને નુકશાન પહોચાડે છે.

આ કિરણોના લીધે તમારી ત્વચા સમય કરતા વહેલા ખરાબ થવા લાગે છે. ઉપરાંત ત્વચામાં એક સુકાપણું આવી જાય છે. માત્ર ત્વચા જ નહિ પરંતુ આંખને પણ આ કિરણોથી નુકશાન થાય છે આથી તડકામાં ઘરની બહાર નીકળતી વખતે સનગ્લાસ પહેરવાની ટેવ પાડવી જોઈએ.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો

ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે સવારે સનસ્ક્રીન લગાવી દઈએ તો આખો દિવસ ચાલશે. જો તમે આવું વિચારતા હોવ તો તમે ખોટા છો. સનસ્ક્રીનનો ઉપયોગ એકંદર સમયે અને યોગ્ય માત્રામાં કરવો જોઈએ. સનસ્ક્રીન યોગ્ય SPF જોઇને ખરીદવું જોઈએ. જેમ SPF વધારે તેમ સનસ્ક્રીન સારું. વાતાવરણમાં રહેલા પારજાંબલી કિરણોથી ત્વચાનું કેન્સર થઇ શકે છે જેમનાથી સનસ્ક્રીન ત્વચાને રક્ષણ આપે છે.

દર  બે કલાકના સમયગાળામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ.

ભરપુર માત્રામાં પાણી પીવો

તડકામાં વધારે સમય રહેવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઓછુ થઇ જાય છે. તડકામાં ચક્કર આવવા, બી.પી ઓછુ થઇ જવું એવી તકલીફ થાય છે.

દિવસ દરમ્યાન ઓછામાં ઓછુ ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણીમાં લીધે ત્વચામાં તાજગી રહે છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

જો તમે કેફીનયુક્ત પીણાનું સેવન કરો છો તો ઉપર જણાવ્યું તેના કરતા ત્રણ ગણું પાણી પીવું જોઈએ.