Ahmedabad/ કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વૉર શરૂ

કામ નહીં કરો તો આગામી સમયમાં મત નહીં મળે…ચેતી જજો પ્રજાનાં સેવકો….સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં વાગી ચૂકયા છે બ્યૂગલ

Ahmedabad Gujarat
a 417 કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વૉર શરૂ

@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી ફરી આવી છે. ઘેર-ઘેર મત માગવા જતા રાજકારણીઓની અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે.કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ આપણે ત્યાં ચૂંટાયા પછી વિસ્તારોમાં ફરકવું નહીં અને લોકોનાં પ્રશ્નો વણઉકેલ્યા રાખવા તે સમસ્યા વર્ષો જૂની છે ત્યારે આ

વખતે અનેક ભૂતપૂર્વ કોર્પોરેટરોને લોકોનાં રોષનો સામનો કરવો પડશે. સામાન્ય રીતે દર પાંચ વર્ષે આવતી કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટરો સામે અસંખ્ય ફરિયાદો હોતી હોય છે પરંતુ ગુજરાતમાં પહેલેથી જ પવન આધારિત મતદાન થતું હોય કોર્પોરેટરનો વાંક ઢંકાઇ જતો હોય છે પરંતુ અમદાવાદમાં બહાર આવેલા કિસ્સાએ રાજ્યભરનાં કાઉન્સિલરો સામે સવાલ ઉઠાવ્યા છે.હકીકતમાં કોર્પોરેટરો પોતાનાં વોર્ડની ખેવના કરે છે તે સૌથી મોટો સવાલ છે.જો કે મોટાભાગનાં કોર્પોરેટરો કામ કરતાં જ હોય છે.ગણ્યા ગાંઠયા કોર્પોરેટર ચૂંટાયા પછી પોતાનાં વિસ્તારમાં દેખા નહીં દેતા હોવાના કારણે લોકોમાં રોષ વધતો હોય છે. જો કે ચૂંટણી પહેલા આપણને આ પ્રકારનાં સમાચાર વારંવાર વાંચવા મળશે.

કોર્પોરેટરે મત માગવા આવવું નહીં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી ચૂકયા છે.આગામી 21મી ફેબ્રુઆરીએ અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

યોજાવાની છે જેને લઇને રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ શરૂ થઇ ગઇ છે.એકબાજુ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ.તો બીજી બાજુ હાલ સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થઇ રહ્યાં છે.અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે જેને લઇને સમગ્ર વિવાદ સામે આવ્યો છે.

police attack 13 કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વૉર શરૂ

સોશિયલ મીડિયામાં પૉસ્ટર વાયરલ

સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થઇ રહ્યાં છે.અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.જેમાં કૃષ્ણનગર વોર્ડમાં મહિલા કોર્પોરેટરનો વિરોધ કરવામાં આવ્યો છે.કૃષ્ણનગરનો વિકાસ નહીં પણ ગંદકીના લાગ્યા પોસ્ટર લગાવાયા છે.જેને લઇને હાલ આ પોસ્ટરો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યાં છે.પોસ્ટરમાં એવું પણ લખાણ જોવા મળી રહ્યું છે કે ચુંટણી આવી એટલે અમારા કૃષ્ણનગરનાં મહિલા કોર્પોરેટર દેખાશે ત્યારબાદ ચુંટણી પછી ખોવાઇ જશે.મંતવ્ય ન્યૂઝ આ પ્રકારનાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટર કે વીડિયોની પુષ્ટિ નથી કરતું.

a 416 કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વૉર શરૂ

શું છે સ્થાનિકોની મૂળભુત સમસ્યા?

કૃષ્ણનગર વિસ્તારમાં પાયાની સુવિધાથી સ્થાનિકો વંચિત હોવાની વાત સામે આવી છે.કૃષ્ણનગર વોર્ડનો મૂળભૂત પ્રશ્ન ગંદકી અને ગુનાખોરી હોવાની વાત સામે આવી હતી.પાયાનાં પ્રશ્નો સ્થાનિકોનાં ઉકેલાય તે ખુબ જ જરૂરી છે.રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે.અગાઉ પણ સ્થાનિકોની મૂળભુત સમસ્યા સામે આવી હતી કે પ્રજાનાં પ્રતિનિધિઓ માત્ર વોટ માંગવા જ મતક્ષેત્રમાં આવતા હોય છે.જેવી ચૂંટણી પતે એટલે તરત જ પ્રતિનિધિ ગાયબ થઇ જતા હોય છે ત્યારે આ વખતની ચૂંટણી માટેનો પ્રતિનિધિ માટેનો પ્રચાર પણ એક પડકારરૂપ સાબિત થાય તો નવાઇ નહીં.

police attack 14 કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વૉર શરૂ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો