Not Set/ મહારાષ્ટ્રમાં બ્લેક ફંગલથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત

મહારાષ્ટ્રમાં ગયા વર્ષે કોવિડ -19 ફેલાયા બાદથી જ  અત્યાર સુધીના દુર્લભ અને ગંભીર ફંગલ ઇન્ફેક્શન બ્લેક ફંગલથી 52 લોકોના મોત થયા છે.

Top Stories India
A 176 મહારાષ્ટ્રમાં બ્લેક ફંગલથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત

મહારાષ્ટ્રમાં ગયા વર્ષે કોવિડ -19 ફેલાયા બાદથી જ  અત્યાર સુધીના દુર્લભ અને ગંભીર ફંગલ ઇન્ફેક્શન બ્લેક ફંગલથી 52 લોકોના મોત થયા છે. તે જ સમયે, 8 દર્દીઓની આંખો પણ ગાયબ થઈ ગઈ છે, જેના કારણે તેઓને દેખાવાનું બંધ થઇ ગયું છે. રાજ્યમાં ઝડપથી ફેલાતા આ રોગને કારણે રાજ્યના આરોગ્ય વિભાગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે પહેલીવાર બ્લેક ફંગલથી મરેલા લોકોની યાદી બનાવી છે. જેમાં આ આંકડો બહાર આવ્યો છે.

આ પણ વાંચો :રોકેટ હુમલોમાં મૃત્યુ પામેલ સૌમ્યા સંતોષનો મૃતદેહ ઇઝરાઇલથી દિલ્હી પહોંચ્યો, કેરળમાં થશે અંતિમ સંસ્કાર

અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયા બાદ તમામ 52 દર્દીઓનાં મોત થયાં છે. ગયા વર્ષે 2020 માં મહારાષ્ટ્રમાં બ્લેક ફંગલને કારણે બહુ ઓછા લોકોનાં મોત નીપજ્યાં હતાં. પરંતુ આ વર્ષે વધુ મોત થયા છે.

તે જ સમયે, મહારાષ્ટ્ર સરકારે પણ સ્વીકાર્યું છે કે બ્લેક ફંગલના આઠ દર્દીઓને એક આંખથી દેખાવાનું બંધ થી ગયું છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે બુધવારે કહ્યું કે રાજ્યમાં બ્લેક ફંગલના લગભગ 2000 કેસ છે. સ્ટેટ બ્લેક ફંગલના દર્દીઓની સારવાર માટે એક લાખ એમ્ફોટેરિસિન-બી એન્ટી ફંગલ ઇન્જેક્શન ખરીદવા માટે ટેન્ડર આપવામાં આવશે.

આ પણ વાંચો :ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, બીજું વર્ષ વધુ ખતરનાક : WHO

તેમજ બ્લેક ફંગલના દર્દીઓની મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના અંતર્ગત વિના મૂલ્યે સારવાર કરવામાં આવશે. ટોપે કહ્યું કે નબળા રોગપ્રતિકારક શક્તિ અને અન્ય રોગોથી પીડાતા દર્દીઓમાં આ રોગનો ભોગ બનવાની સંભાવના વધુ હોય છે. આવા દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે 18 મેડિકલ કોલેજોની હોસ્પિટલોમાં અલગ વોર્ડ બનાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :DRDOની કોરોના દવા 2-DG આવતા અઠવાડિયે થશે લોન્ચ, દર્દીઓ ઝડપથી થશે સ્વસ્થ

kalmukho str 12 મહારાષ્ટ્રમાં બ્લેક ફંગલથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત