Not Set/ ઊનામાં 15 વર્ષના વિદ્યાર્થીએ સ્ત્રી પહેરવેશ ધારણ કરી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યુ

વિદ્યાર્થી તરૂણે ધટના પંખામાં ગળાફાંસો ખાઇ આપધાત કરેલ તે પહેલા તેમણે સંપૂર્ણ સ્ત્રી પહેરવેશ જેમકે ડ્રેસ, પગમાં ઝાંઝરી, કપાળે ચાંદલો તેમજ હાથમાં કડલી સહીત સંપૂર્ણ પહેરવેશ સ્ત્રીનો પહેરલ હોય તે જોઇ સૈ કોઇના મનમાં એજ સવાલ ઉભો થવા પામેલ કે તરૂણે સ્ત્રી પહેરવેશ શા માટે પહેર્યો.

Top Stories Gujarat
tarun suicide ઊનામાં 15 વર્ષના વિદ્યાર્થીએ સ્ત્રી પહેરવેશ ધારણ કરી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યુ

 ઊના શહેરમાં ગત તા. 15 ઓગસ્ટના રોજ ધો.11 સાયન્સના વિદ્યાર્થીએ પોતાના ધરે બપોરના બે વાગ્યાની આસપાસ મોબાઇલ ગેમ રમતા રમતા અચાનક સ્ત્રી પહેરવેશ ધારણ કરી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કરતા મૃતક વિદ્યાર્થીનો પરીવાર હતપ્રત થઇ ગયેલ અને આ ધટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગયેલ ત્યારે સૌ કોઇના મનમાં એકજ સવાલ ઉઠવા પામેલ કે વિદ્યાર્થીએ સ્ત્રી પહેરવેશ શા માટે પેહર્યો ત્યારે હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થીનો ફોન એફ એસ એલ માં મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

tarun suicide 2 ઊનામાં 15 વર્ષના વિદ્યાર્થીએ સ્ત્રી પહેરવેશ ધારણ કરી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યુ

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ શહેરમાં પુજા લેબોરેટરી ધરાવતા દિલીપભાઇ નંદવાણા શહેરના પોષ વિસ્તાર એવા સાંજણનગર સોસાયટીમાં તેમના પત્નિ અને બે પુત્રો આકાશ અને તરૂણ સાથે રહેતા હોય જેમાં તેમનો પુત્ર આકાશ ધો.12 સાયન્સમાં ભાવનગર મુકામે અભ્યાસ કરતો હોય જ્યારે નાનો પુત્ર તરૂણ ધો.11 સાયન્સમાં ઉના મુકામે અભ્યાસ કરતો હોય જેમાં દિલીપભાઇના મોટા પુત્ર આકાશની ભાવનગર મુકામે તબિયત સારી ન હોવાથી તેમને તેળવા ગયેલા હતા. અને દિલીપભાઇ સવારે ભાવનગર જતાં હતા તે વખતે તેમના પુત્ર તરૂણે તેમના પપ્પાને આવજો પણ કહ્યુ હતું. અને ભાઇને લઇને વહેલા આવજો તેવી વાત કહી ને દિલીપભાઇને વળાવ્યા હતા.  બાદમાં તરૂણ તેમના પિતાની લેબોરેટરી પર ગયેલો અને બપોરના 12.30 વાગ્યા સુધી લેબોરેટરી પર રોકાયેલ હતો. અને બાદમાં પોતાના ધરે આવેલ હતો.

તેમના મમ્મીને આવીને કહેલ કે જમવાનું બનાવી આપો તેમ કહી તેના ધરના ઉપરના માળે તેમના રૂમમાં ગયેલ અને રૂમમાં પોતાના મોબાઇલમાં વિડીયો ગેમ રમવા લાગેલ અને જમવાનું તૈયાર થતાં તેમના મમ્મી તરૂણને જમવા બોલાવા અવાજ કરતા હતા. પરંતુ તરૂણ જવાબ ન આપતા તેમના મમ્મી તેમને બોલાવવા તેમના રૂમમાં ગયેલ અને જે દ્રશ્યો જોવા તે જોઇ હેબતાઇ ગયા તેમનો પુત્ર તરૂણ રૂમના પંખા પર ચુંદડી લગાવી ગળાફાંસો ખાઇ લટકી રહ્યો હતો. અને તરૂણે સ્ત્રી પહેરવેશ ધારણ કરેલ હતો.

આ બનાવની જાણ આડોશ પાડોશમાં થતા લોકો એકત્ર થઇ ગયેલ અને તાત્કાલીક તરૂણને ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબિબે તેમને મૃત જાહેર કરતા પરીવાર પર આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ હાલ વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસને લઇને મોબાઇલમાં વિડીયો ગેમમાં સતત વ્યસ્ત જોવા મળતા હોય છે. ત્યારે ગેમના ટાસ્ક મુજબ બાળકે સ્ત્રી પહેરવેશ પેહર્યો હોવાનું મનાઇ રહ્યુ છે. અને તેમાંય ઓનલાઇન ગેમમાં ટાસ્ક પુરો ન કરી શક્તા આખરે વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે સાચી હકીકત વિદ્યાર્થી તરૂણનો મોબાઇલ એફ એસ એલમાં મોકલ્યા પછી ગળાફાંસો ક્યાં કારણે ખાધો તે બહાર આવી શકે.

tarun suicide 3 ઊનામાં 15 વર્ષના વિદ્યાર્થીએ સ્ત્રી પહેરવેશ ધારણ કરી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યુ

તરૂણે સંપૂર્ણ સ્ત્રી પહેરવેશ ધારણ કરેલ 

વિદ્યાર્થી તરૂણે ધટના પંખામાં ગળાફાંસો ખાઇ આપધાત કરેલ તે પહેલા તેમણે સંપૂર્ણ સ્ત્રી પહેરવેશ જેમકે ડ્રેસ, પગમાં ઝાંઝરી, કપાળે ચાંદલો તેમજ હાથમાં કડલી સહીત સંપૂર્ણ પહેરવેશ સ્ત્રીનો પહેરલ હોય તે જોઇ સૈ કોઇના મનમાં એજ સવાલ ઉભો થવા પામેલ કે તરૂણે સ્ત્રી પહેરવેશ શા માટે પહેર્યો.

 મને વહેલા આવજો કહ્યુ અને એજ કાયમી માટે જતો રહ્યો : પિતા દિલીપભાઇ
તરૂણના પિતા ભાવનગર થી આવતા જ તેમના હૈયાફાટ રૂદને સૈની આંખમાં અશ્રઓ વહી છુટ્યા હતા. અને હૈયાફાટ રૂદન કરતા જણાવેલ કે મારા તરૂણે ભાવનગરથી વહેલા આવજો તેમ કહ્યુ હતુ. અને હું પરત આવ્યો ત્યારે એજ કાયમી માટે જતો રહ્યો તેમ કહી તરૂણના મૃતદેહ પાસે રૂદન કરતા કરતા તરૂણ ઉભોથા ઉભોથા બોલતા રહ્યાં હતા.

તરૂણે સ્ત્રી પહેરવેશની વસ્તુ ક્યાંથી અને કેવી રીતે ભેગી કરી

રવિવારે તરૂણ 12.30 વાગ્યા સુધી તેમના પિતાની લેબોરેટરી પર હતો. અને બાદમાં ધરે આવ્યો અને બે વાગ્યે ગળાફાંસો ખાધો ત્યારે દોઢ કલાકમાં સ્ત્રી પહેરવેશની તમામ વસ્તુ ક્યાંથી અને કેવી રીતે ભેગી કરી તે પણ એક સવાલ છે.

sago str 8 ઊનામાં 15 વર્ષના વિદ્યાર્થીએ સ્ત્રી પહેરવેશ ધારણ કરી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યુ