OMG!/ 11 વર્ષથી સંતાનની ઝંખના કરનાર પરિવારના ઘરે એક સાથે અવતર્યા 3 બાળકો, ત્રણેય છે તંદુરસ્ત

ડીસામાં મેડિકલ સાયન્સના જાણકારોને પણ માથું ખંજવાળતા કરી નાંખે તેવો બનાવ બન્યો છે. ડીસામાં એક મહિલાએ એક સાથે એક કે બે નહીં પરંતુ ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે

Gujarat Others
A 275 11 વર્ષથી સંતાનની ઝંખના કરનાર પરિવારના ઘરે એક સાથે અવતર્યા 3 બાળકો, ત્રણેય છે તંદુરસ્ત

કહેવત છે કે ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે.આવું જ કઈક ડીસાના એક ઠાકોર પરિવાર સાથે બન્યું છે. 11  વર્ષથી સંતાન સુખની ઝંખના રાખી રહેલા આ પરિવારના ઘરે એક સાથે એક કે બે નહીં પણ ત્રણ સંતાનો અવતર્યા છે અને આ ત્રણેય સંતાન અત્યારે તંદુરસ્ત છે.

ડીસામાં મેડિકલ સાયન્સના જાણકારોને પણ માથું ખંજવાળતા કરી નાંખે તેવો બનાવ બન્યો છે. ડીસામાં એક મહિલાએ એક સાથે એક કે બે નહીં પરંતુ ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે અને આ ત્રણેય સંતાનો સહિત મહિલા પણ તંદુરસ્ત છે.આ મહિલાના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા અને 11 વર્ષથી આ મહિલાને સંતાન સુખ પ્રાપ્ત થતું નહોતું. જેથી મહિલા સહિત તેનો આખો પરિવાર પત્થર એટલા દેવ માનીને સંતાન સુખની પ્રાપ્તિની અપેક્ષા રાખી રહ્યો હતો.ત્યારે આખરે તેમનો આ ઇંતેજાર આજે પૂરો થયો છે.

આ પણ વાંચો :અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત આ નેતાઓએ લીધી કોરોનાની રસી

મહિલાને ગર્ભ રહ્યા બાદ પ્રસૂતિની પીડા ઊપડતાં સારવાર માટે ડીસામાં આવેલી વત્સલ હોસ્પિટલમાં ડો. રાહુલ ચૌહાણના ત્યાં લઈ જવામાં આવી હતી. તે સમયે ડો.રાહુલ ચૌહાણે આ મહિલાની સમયસર પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેતા આ મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે. જેમાં બે બાળકી છે જ્યારે એક બાળક છે.અને મહિલા સહિત આ ત્રણેય સંતાનો અત્યારે તંદુરસ્ત છે.મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો જણાવી રહ્યા છે કે જ્યારે ટ્વીન્સ બાળકો હોય છે ત્યારે પણ મહિલા સહિત ગર્ભમાં રહેલા સંતાન માટે જોખમ હોય છે. પરંતુ આ કિસ્સામાં મહિલા એક કે બે નહીં પરંતુ ત્રણ સંતાનોને એક સાથે જન્મ આપ્યો છે અને આ ત્રણેય બાળકો એકદમ તંદુરસ્ત છે. જે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે.

આ પણ વાંચો :પાકિસ્તાનની જેલમાં બંધ છે ગુજરાતના 345 માછીમારો, વિધાનસભામાં સરકારે રજૂ કર્યો જવાબ

11-11 વર્ષ સુધી સંતાન સુખની રાહ જોનારા આ ઠાકોર પરિવારમાં પણ એક સાથે ત્રણ સંતાનો અવતર્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે આ પરિવારમાં ખુશીનો માહોલ છે. ત્યારે આ ખુશીના પ્રસંગ પર આ પરિવારના સભ્યો પણ ભાવુક થઈ ગયા હતા.

આ પણ વાંચો :સુરત પોલીસનું નવુ સુત્ર ‘દંડ નહીં પણ માસ્ક પહેરો’