Recipe/ વધેલા ભાત, આ રીતે બનાવો રસિયા મુઠિયા,નોંધીલો રેસીપી…

ખાસ કરીને લોકો તેમના ઘરે ભોજનમાં ભાત કે ખીચડી બનાવતા હોય છે. પરંતુ કેટલીક વાર તે વધારે બની જાય તો ફેંકી દેતા હોય છે. પરંતુ આજે અમે તમારા માટે વધેલા ભાતની એક રેસિપી લઇને આવ્યા છીએ

Lifestyle
Untitled 26 9 વધેલા ભાત, આ રીતે બનાવો રસિયા મુઠિયા,નોંધીલો રેસીપી...

ખાસ કરીને લોકો તેમના ઘરે ભોજનમાં ભાત કે ખીચડી બનાવતા હોય છે. પરંતુ કેટલીક વાર તે વધારે બની જાય તો ફેંકી દેતા હોય છે. પરંતુ આજે અમે તમારા માટે વધેલા ભાતની એક રેસિપી લઇને આવ્યા છીએ જે ખાવમાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય વધેલા ભાતથી રસિયા મુઠિયા…

સામગ્રી

1 બાઉલ – રાંધેલા ભાત

1 નાનો બાઉલ – ઘઉંનો લોટ

1 નાનો બાઉલ – બાજરાનો લોટ
1 નાનો બાઉલ – ચણાનો લોટ
1 ચમચી – દહીં
5-6 નંગ – લીમડાના પાન
1 ગ્લાસ – પાણી
1 ગ્લાસ – ખાટી છાસ
2 સૂકવેલા – લાલ મરચાં
1 ચમચી – લાલ મરચું પાવડર
1 નાની ચમચી – હળદર પાવડર
1 નાની ચમચી – ધાણજીરું પાવડર
1 નાની ચમચી – ગરમ મસાલો
3 ચમચા – તેલ
1 ચમચી – આખું જીરું
1 ચપટી – હિંગ
સ્વાદાનુસાર – મીઠું

1 બાઉલ – રાંધેલા ભાતબનાવવાની રીત

સૌ પ્રથમ વધેલા ભાતની અંદર ૧ ચમચી દહીં, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું નાખી દો.હવે બીજી તરફ એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે જીરું, સૂકવેલા લાલ મરચાં, હિંગ નાખી છાસ નાખી વઘારી લો. અને સતત હલાવતા રહો. ગેસ પણ ધીમો કરી દેવો. હવે વધેલા ભાતમાં બધા લોટ નાખી મસાલો નાખીને લોટ બાંધી લો. તેના મન ગમતા ગોળાકારમાં વાળી લો અને છાસ ઉકળે તેમાં નાખી દો. હવે ઉપરથી મસાલો અને લીમડાના પાન નાખી દો. હવે 5 મિનીટ માટે ઢાંકણ ઢાંકી દો. જેથી બધાં મુઠીયા ચઢી જાય અને રસો જાડો થઈ જાય. તૈયાર ફટાફટ બનતી રેસીપી ભાતનાં રસિયા મુઠીયા.. જેને તમે કોથમીરથી ગાર્નિશ કરી શકો છો.