Tips/ જમ્યા પછી તરત ટુથપીક કે સળીનો કરતા હોવ ઉપયોગ તો.. આવી શકે છે આ મુશ્કેલીઓ

સામાન્ય રીતે ઘણા લોકોને કાંઈ પણ ખાધા પછી ટુથપીક કે કોઈ લાકડાની સળીથી દાંતને સાફ કરવાની ટેવ હોય છે, પણ શું તમે જાણો છો કે એમ કરવાથી ન માત્ર તમને ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે

Tips & Tricks Trending Lifestyle
2 1 19 જમ્યા પછી તરત ટુથપીક કે સળીનો કરતા હોવ ઉપયોગ તો.. આવી શકે છે આ મુશ્કેલીઓ

સામાન્ય રીતે ઘણા લોકોને કાંઈ પણ ખાધા પછી ટુથપીક કે કોઈ લાકડાની સળીથી દાંતને સાફ કરવાની ટેવ હોય છે. પણ શું તમે જાણો છો કે એમ કરવાથી ન માત્ર તમને ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે પણ તેનાથી દાંત નબળા પણ પડી શકે છે. તે પેઢાને પણ નુકશાન પહોંચાડે છે. ખાસ કરીને લાકડાના બનેલા ટુથપીક પેઢા માટે ઘણા હાર્ડ હોય છે. જેથી પેઢા માંથી લો-હી પણ નીકળી શકે છે. અને તમારા દાંતની ચમક પણ ઓછી થઇ જાય છે.

દાંતો વચ્ચે ગેપ પડેઃ જો તમે ટુથપીકનો ઉપયોગ વધુ કરો છો તો તેનાથી દાંત વચ્ચે ગેપ પડી શકે છે. તે દેખાવમાં ખરાબ તો લાગે જ છે પણ સાથે સાથે તેમાં ખાવાનું ફસાવાને કારણે દાંતોમાં કેવીટી થવા લાગે છે જેથી દાંત સડવા લાગે છે.

દાંત નબળા થઇ શકે છેઃ ઘણા લોકો ટુથપીક કે લાકડાથી સળીથી દાંત સાફ કરતી વખતે તેને ચાવવા પણ લાગે છે. એમ કરવાથી દાંતના ઈનેમલના પડને નુકશાન થઇ શકે છે જેથી દાંત નબળા પડવા લાગે છે.

પેઢામાંથી લો-હી આવેઃ ટુથપીકનો વધુ ઉપયોગ કરવાથી પેઢામાંથી લો-હી આવવા લાગે છે. જેથી તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દાંતના મૂળને નુકશાન : ટુથપીકનો સતત અને વધુ ઉપયોગ કરવાથી દાંતોના મૂળ નબળા પડી શકે છે. એટલા માટે ટુથપીકનો વધુ ઉપયોગ ન કરશો.