Not Set/ તિનકા તિનકા ઝરા ઝરા…હૈ રોશની સે જૈસે ભરા

વર્તમાન સમય અને સંજોગો પ્રમાણે ઘણા તાલમેલ સાધી શકતા નથી ત્યારે પ્રેમની અનુભૂતિથી વિમુખ થતા જાય છે અને હતાશામાં ગરકાવ થતા જાય છે. વર્ષ 2005માં રિલીઝ થયેલ બોલીવુડ ફિલ્મ “કરમ”નું પ્રિયંકા ચોપરા અભિનીત, આલિશા ચિનોઇએ ગાયેલું ગીત યાદ આવે છે.

Lifestyle Relationships
jugnu તિનકા તિનકા ઝરા ઝરા...હૈ રોશની સે જૈસે ભરા

ભાવિશ્વ : ભાવિની વસાણી@મંતવ્ય ન્યૂઝ

માનો તો દરેક પળમાં જીવન છે. આવી અસંખ્ય જીવંત પળોનો સરવાળો એટલે જીવન. જીવનમાં પ્રેમ હોય એટલે દરેક પળ જાણે પ્રકાશ પૂંજ બરાબર લાગે છે. જ્યારે આ પ્રેમ જીવનમાં નથી હોતો ત્યારે માણસ હતાશામાં ગરકાવ થઈ જાય છે. માટે દરેક ક્ષણમાં રહેલા પ્રેમની અનુભૂતિ થવી અનિવાર્ય છે. વર્તમાન સમય અને સંજોગો પ્રમાણે ઘણા તાલમેલ સાધી શકતા નથી ત્યારે પ્રેમની અનુભૂતિથી વિમુખ થતા જાય છે અને હતાશામાં ગરકાવ થતા જાય છે. વર્ષ 2005માં રિલીઝ થયેલ બોલીવુડ ફિલ્મ “કરમ”નું પ્રિયંકા ચોપરા અભિનીત, આલિશા ચિનોઇએ ગાયેલું ગીત યાદ આવે છે.

Priyanka Chopra reveals a fun fact about 2005 song 'Tinka Tinka'

કોઈ વ્યક્તિને જીવનમાં દુઃખ જોઈતું હોતું નથી. પરંતુ સુખના અભાવમાં દુઃખની અનુભૂતિ થતી હોય છે. આ વખતે પોતાની ભીતર રહેલા વૈભવની અનુભૂતિ જીવંત કરવાથી જીવન જીવવા જેવું લાગે છે. દટાયેલી લાગણીઓ અને અધૂરા સપનાઓ તાજા કરવાથી પણ જીવન જીવવા જેવું લાગે છે. માણસ એ સામાજિક પ્રાણી છે તેને હંમેશા પોતાની લાગણીનો સ્વીકાર થાય તેવી ઈચ્છા હોય છે. ઘણી વખત એવું થાય છે કે લાગણીનો સર્વત્ર સ્વીકાર ન પણ થાય. અથવા તો તમે ઈચ્છો તેવું ચિત્ર ન પણ થાય. લાગણીને ઝીલનાર પાત્ર ન પણ મળે. તેથી શું ? માત્ર આ પ્રેમ ભરેલી ક્ષણના સ્વપ્ન જોવાથી પણ જીવી શકાય છે. પ્રેમથી તરબતર હ્ર્દય ધરાવતા હશો તો તમારો પ્રકાશ એ રણમાં પણ મીઠી વીરડી જેવો સાબિત થઈ શકશે.

Priyanka Chopra remembers her 'Karam' song 'Tinka Tinka', informs US audiences about playback singers in Hindi films

કદાચ વાસ્તવિક જીવનમાં આવું શક્ય ન બનતું હોય ત્યારે એવું ધારી લેવું કે આજે નહીં તો કાલે કોઈ તો હશે કે જેને આપણી કદર થશે જ. ક્ષણે ક્ષણે કોઈક છે જેને તમારી જરૂર છે, કોઈક છે કે જેને તમારી કદર છે. કોઈક છે જે તમને અઢળક પ્રેમ કરે છે, અને આ સ્વપ્ન સાથે જીવન વધુ જીવવા જેવું લાગે છે. આ રીતે રોજ રોજ મનને તૈયાર તૈયાર કરવાથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જીવી શકાય છે. એટલું જ નહીં તમે પણ કોઈને ચાહો, તમે પણ કોઈને પ્રેમ બતાવો, લાગણીની અભિવ્યક્તિ કરો. સહાનુભૂતિ દર્શાવો, રખે માનતા કે આ પ્રેમ એટલે પ્રેમી અને પ્રેમિકાનો પ્રેમ. આ પ્રેમમાં એકબીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય એટલું પૂરતું છે. આ પ્રેમ કોઈ પણ નામ અને કોઇ પણ સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રેમની અભિવ્યક્તિ કરી અને પછી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે સામેની વ્યક્તિ તેને સમજે અને પ્રતિસાદ આપે આવો જ ભાવ “કરમ” ફિલ્મના ગીતમાં જોવા મળે છે. જેની પંક્તિઓ અત્રે પ્રસ્તુત છે.

તિનકા તિનકા ઝરા ઝરા
હૈ રોશની સે જૈસે ભરા
હર દિલમેં અરમાન હોતે તો હૈ
બસ કોઈ સમજે જરા

દિલ પે એક નયા સા નશા છા ગયા
ખો રહા થા જો ખ્વાબ વો લૌટ આ ગયા
યે જો અહેસાસ હૈ કરાર હૈ
ક્યા ઈસી કા નામ પ્યાર હૈ
પૂછે દિલ થમકે ઝરા

તિનકા તિનકા ઝરા ઝરા…

majboor str 13 તિનકા તિનકા ઝરા ઝરા...હૈ રોશની સે જૈસે ભરા