Health Tips/ રોજ ખાવો પપૈયા,જડમુડમાંથી બિમારીઓ જતી રહશે

ફળો ખાવાથી આપણા શરીરમાં શક્તિ પણ આવે છે અને સ્વસ્થ રહે છે

Food Lifestyle
PICTURE 4 192 રોજ ખાવો પપૈયા,જડમુડમાંથી બિમારીઓ જતી રહશે

ફળો ખાવાથી આપણા શરીરમાં શક્તિ પણ આવે છે અને સ્વસ્થ રહે છે. દરરોજ સવારે ખાલી પેટે પપૈયું ખાવું જોઈએ. જો પપૈયાનું નિયમિત સેવન કરશો તો ઘણો ફાયદો થશે. પપૈયામાં ઘણા બધા વિટામિન હોય છે અને તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ ભરપુર હોય છે. પપૈયું તમારું પેટ ખૂબ જ સારું રાખે છે અને તમારી પાચન શક્તિને જાળવી રાખે છે.

પાકું પપૈયું સ્વાદમાં મીઠું હોય છે તે, કફ, આંતરડાના સંકોચનમાં, હૃદય માટે ખુબજ હિતકારી છે.આ ઉપરાંત તે મેદસ્વીતા-મેદોરોગ, યકૃત અને બરોળની વૃદ્ધિ, કબજિયાત, અગ્નિમાંદ્ય અને મૂત્રના અવરોધને દૂર કરનાર છે. કાચું પપૈયું મળાવરોધક છે છે. પપૈયામાં ‘પાપેઈન’ નામનું પાચક તત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનતંત્રનાં રોગોમાં ઉત્તમ ગણાય છે.

પપૈયા ખાવાનાં ફાયદાઓ

  • પપૈયાનું નિયમિત સેવન કરવાથી મેદસ્વીપણાની સમસ્યાથી ઘણી રાહત મળે છે પપૈયા શરીરની ચરબી ઓછી કરીને શરીરને ફીટ રાખે છે
  • પપૈયા શરીરના કોલેસ્ટરોલનું સ્તર પણ નિયંત્રિત કરે છે. પપૈયામાં ઘણાં બધાં ફાઈબર હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે.
  • પાકેલા પપૈયા ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પપૈયા શરીર હંમેશાં શક્તિ રાખે છે.
  • દરરોજ પપૈયાનું સેવન કરવાથી આપણા શરીરની પાચનની પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે અને જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તે નિયમિત રીતે ખાલી પેટ પર પપૈયા નું સેવન કરે છે તો તેમને ફાયદો થશે…અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
  • આ સિવાય પપૈયાને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે જેમને કમળો થયો હોય, ટાઈફોઈડ થયો હોય તેવા લોકો પપૈયાનું સેવન કરે તો ફાયદો થાય છે.

Recipe / બટાકામાંથી આ રીતે બનાવો પોટલી સમોસા

Health Tips / આ બીમારીઓમાં દાળનું સેવન ન કરવું જોઇએ, તેનાથી થાય છે શરીરમાં…

Health / વારંવાર થતા યુરીન ઇન્ફેકશનથી છૂટકારો મેળવવા ચોખાના પાણીનો કરો ઉપયોગ, આ રીતે બનાવો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ