Recipe/ આ રીતે ઘરે જ બનાવો વેજીટેબલ સ્પ્રિંગ રોલ, ખાવાની પડશે મજા

વરસાદ ની આ સીઝનમાં તમને  ગરમ ગરમ ખાવાનું મન  થતું હોય છે  તેમાં પણ જો તમને ફાસ્ટ ફુડ ખાવાનો શોખ હોય તો તમે ઘરે જ વેજ સ્પ્રિંગ રોલ્સ બનાવી શકો

Food Lifestyle
Untitled 271 આ રીતે ઘરે જ બનાવો વેજીટેબલ સ્પ્રિંગ રોલ, ખાવાની પડશે મજા

વરસાદ ની આ સીઝનમાં તમને  ગરમ ગરમ ખાવાનું મન  થતું હોય છે  તેમાં પણ જો તમને ફાસ્ટ ફુડ ખાવાનો શોખ હોય તો તમે ઘરે જ વેજ સ્પ્રિંગ રોલ્સ બનાવી શકો છો. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને ઝડપથી પણ બની જાય છે. જો અચાનક મહેમાન આવી ગયા છે અને કંઇક અલગ બનાવવું છે તો આજે જ બનાવો વેજ સ્પ્રિંગ રોલ..

Untitled 272 આ રીતે ઘરે જ બનાવો વેજીટેબલ સ્પ્રિંગ રોલ, ખાવાની પડશે મજા

સામગ્રી

2 ચમચી – તેલ
1 ચમચી – ઝીણુ સમારેલું લસણ
1 ચમચી – આદું
150 ગ્રામ – સમારેલી ડુંગળી
50 ગ્રામ – સમારેલા ગાજર
100 ગ્રામ – કેપ્સિકમ
100 ગ્રામ – કોબીજ
300 ગ્રામ – નૂડલ્સ (બાફેલા)
1 ચમચી – સોયા સોસ
1 ચમચી – મીઠું
1/2 ચમચી – સફેદ મરચું
જરૂરિયાત મુજબ – સ્પ્રિંગ રોલ શીટ
2 ચમચી – પાણી

Untitled 273 આ રીતે ઘરે જ બનાવો વેજીટેબલ સ્પ્રિંગ રોલ, ખાવાની પડશે મજા

બનાવવાની રીત :

સૌ પ્રથમ ધીમા તાપે એક પેનમાં બે મોટા ચમચા તેલ ગરમ કરવું. પછી તેમાં 1 નાની ચમચી લસણ અને 1 નાની ચમચી આદું નાખીને 2થી 3 મિનિટ સુધી હલાવો. તેના પછી તેમાં 150 ગ્રામ ડુંગળી નાખીને સારી રીતે ફ્રાય કરી લો. હવે પેનમાં 55 ગ્રામ ગાજર, 100 ગ્રામ શિમલા મરચું, અને 100 ગ્રામ કોબીજ નાખીને થોડીવાર સુધી ચઢવા દો.હવે આ મિશ્રણમાં 340 ગ્રામ બાફેલા નૂડલ્સ મિક્સ કરો. પછી એક ચમચી સોયા સોસ, અડધી ચમચી સફેદ મરચું અને એક નાની ચમચી મીઠું નાખીને 3થી 5 મિનિટ સુધી ચઢવા દો. પછી તેમાં સમારેલી 30 ગ્રામ લીલી ડુંગળી નાખીને ફરીથી મિક્સ કરો. બધા મિશ્રણ ચઢી જાય પછી તેને બાઉલમાં કાઢી લો. એક સ્પ્રિંગ રોલ શીટ લેવી અને નૂડલ્સના બનાવેલા મિશ્રણને તેના ઉપર નાખીને રોલ કરો. ધીમાં તાપે એક કઢાઈમાં પર્યાપ્ત તેલ ગરમ કરવું અને આ રેલ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો.તો તૈયાર છે વેજ સ્પ્રિંગ રોલ્સ તૈયાર છે. તેને રેડ ચીલી સોસ અથવા કેચઅપની સાથે સર્વ કરો.

Untitled 274 આ રીતે ઘરે જ બનાવો વેજીટેબલ સ્પ્રિંગ રોલ, ખાવાની પડશે મજા