રેસીપી/ શિયાળાની ઠંડીમાં ઘરે જ માણો અખરોટનો શીરોનો સ્વાદ, જાણો લો રેસીપી

એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.

Food Lifestyle
YouTube Thumbnail 2023 12 09T151908.806 શિયાળાની ઠંડીમાં ઘરે જ માણો અખરોટનો શીરોનો સ્વાદ, જાણો લો રેસીપી

સામગ્રી

1 કપ ભુક્કો કરેલા અખરોટ
2 ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
1/2 કપ દૂધ
1/4 કપ સાકર
1/4 ટીસ્પૂન એલચીનો પાવડર

બનવવાની રીત 

એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી 5 મિનિટ સુધી રાંધી લો.

તે પછી તેમાં દૂધ અને સાકર મેળવી, ધીમા તાપ પર સતત હલાવતા રહી 5 મિનિટ સુધી રાંધી લો.

હવે તાપ બંધ કરી લીધા પછી તેમાં એલચીનો પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી લો.માફકસર ગરમ પીરસો.

આ પણ વાંચો:તસવીરોમાં જુઓ સંસદની ખુશનુમા બપોરઃ ધનખર, મોદી, ખડગેએ એક જ ટેબલ પર બાજરીની વાનગીઓ ખાધી

આ પણ વાંચો:સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુતો બચી જશો ડાયબિટીજથી

આ પણ વાંચો:જાણો, ફાટી ગયેલા દૂધથી થતા ફાયદાઓ