Not Set/ પેટની ચરબી ઉતારવા ઉપયોગી આસનો

ભુજંગાસન – આ આસન કરવા માટે પહેલા પેટના બળ પર ઊંઘી જાઓ અને તમારા હાથ આગળની તરફ રાખો. તમારા શરીરના ઉપરના હિસ્સાને હવે ધીમે-ધીમે ઉઠાવો અને ખભાને પાછળની તરફ ઘકેલો. આનાથી તમારી છાતી અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ સર્જાશે. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી તમારી જાતને યથાવત રાખો. નિયમિત આ આસન કરવાથી પેટની ચરબી ઘટશે અને […]

Health & Fitness Lifestyle
d3231e95497ad30a9ca1aa0cbf159afa પેટની ચરબી ઉતારવા ઉપયોગી આસનો

ભુજંગાસન – આ આસન કરવા માટે પહેલા પેટના બળ પર ઊંઘી જાઓ અને તમારા હાથ આગળની તરફ રાખો. તમારા શરીરના ઉપરના હિસ્સાને હવે ધીમે-ધીમે ઉઠાવો અને ખભાને પાછળની તરફ ઘકેલો.

આનાથી તમારી છાતી અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ સર્જાશે. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી તમારી જાતને યથાવત રાખો. નિયમિત આ આસન કરવાથી પેટની ચરબી ઘટશે અને સ્નાયુ મજબૂત બનશે.

ધનુરાસન – આ આસન કરવા માટે પણ તમારે ઉપર મૂજબ પેટના બળ પર ઊંઘવું પડશે. આ સ્થિતિમાં તમારા હાથ નીચેની તરફ જ રાખો. ધીમે-ધીમે પગ, માથું અને ખભો ઉપરની તરફ ઉઠાવો.

સાચી સ્થિતિમાં આવતા તમારા હાથથી પગને કસીને પકડી લો. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી યથાવત રહો. આ આસન કરવાથી તમારા પગ, ખભો અને પેટના સ્નાયુમાં ખેંચાણ સર્જાશે.

પશ્ચિમોત્તાનાસન – આ આસન ક્રિયામાં તમારા પગ પર દબાણ પડે છે જેની સીધી અસર પેટની ચરબી પર પડે છે. આ આસન કરવા માટે સીધા ઊંઘી જાઓ. ધીમે-ધીમે તમારા શરીરના ઉપરના હિસ્સાને ઉઠાવો અને બેસી જાઓ.

હાથને ઉપર કરો અને આગળની તરફ નમતા તમારા હાથની મદદથી પગને સ્પર્શ કરો. 10 સેકન્ડ સુધી આ સ્થિતિમાં યથાવત રહો. આનાથી તમારું પેટ અંદરની તરફ દબાશે. જો તમારું પેટ વધારે પડતું આગળની તરફ વધી ગયું છે તો આ આસન નિયમિતરૂપે કરવાથી તમને સારો ફાયદો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.