રેસીપી/ અલગ રીતે બનાવો ઝટપટ રીંગણાની સબ્જી

રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે.

Food Lifestyle
રીંગણાની સબ્જી

રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે.આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે. આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

સામગ્રી

4 કપ સ્લાઇસ કરેલા રીંગણા
1/2 ટીસ્પૂન હળદર
3 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન રાઇ
2 ટીસ્પૂન તલ
1 ટીસ્પૂન મરચાં પાવડર
4 ટીસ્પૂન ચણાનો લોટ
એક ચપટીભર સાકર
2 ટીસ્પૂન ટુકડા કરેલા કાજૂ
8 કીસમીસ

મીઠું (સ્વાદાનુસાર)

બનવવાની રીત  

રીંગણાની સ્લાઇસને ચાળણીમાં મૂકી તેની પર મીઠું અને હળદર છાંટી તેને 15 મિનિટ માટે બાજુ પર રાખો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અનેતલ નાંખો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મરચાં પાવડર, ચણાનો લોટ, સાકર, કાજૂ અને કીસમીસ નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી રાંધી લો.

છેલ્લે તેમાં રીંગણા મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી, મધ્યમ તાપ પર 12 મિનિટ સુધી અથવા રીંગણા બરોબર રંધાઇને નરમ થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ ગરમ પીરસો.

આ પણ વાંચો:શરીરની અનેક સમસ્યામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા

આ પણ વાંચો: સ્વીમીંગ પુલનું પાણી એટલે બીમારીઓને ભાવભર્યું આમંત્રણ, વાંચો કેમ..

આ પણ વાંચો:ક્યાંક કબૂતર તો નથીને આ બીમારીઓનું કારણ? આસપાસ ભેગા થતાં જ થઇ જાવ સાવધાન

આ પણ વાંચો:આ સ્મૂધી પીધા પછી તમારે નાસ્તો બનાવવો પડશે નહીં અને તમારું વજન તરત જ ઘટશે

આ પણ વાંચો:તરબુચની સીઝન તો આવી ગઈ, પણ શું તરબુચ વિશે આટલી વાતો જાણો છો !