હોળી તહેવાર ફાગણ મહિનામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે ગરમી હોતી નથી. આ વસંતનો સમય છે જ્યારે શિયાળો સમાપ્ત થઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. પરંતુ, આ વખતે હોળીના દિવસે ભારતના નવ રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. ક્લાઈમેટ સેન્ટ્રલના નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે. હોળીના તહેવારમાં ઠંડી બાદ અચાનક ગરમીનો પારો વધતા લોકોના સ્વાસ્થ્યમાં જોખમ પણ જોવા મળી શકે છે. બદલાતી ઋતુ અનેક લોકોના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
સ્વાસ્થ્યનું રાખો ધ્યાન
ગરમીનો પ્રકોપ વધતા હોળીમાં રંગોથી રંગાયેલ ત્વચામાં કયાંક રિએકશન પણ થતું જોવા મળી શકે. આથી સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ હોળીના તહેવારના દિવસે ખૂબ જ સાવચેતીપૂર્વક તહેવારની ઉજવણી કરવી પડશે. બંને ત્યાં સુધી Natural Colorથી હોળી રમવામાં આવે તો ત્વચા પર કોઈ રિએકશન કે એલર્જી જોવા મળતી નથી. જે સ્થાનો પર હોળી તહેવાર વધુ ગરમી હોય ત્યાંના લોકોએ રંગોથી રમતા પહેલા ત્વચા પર કોઈ ઓઈલ અથવા સનસ્ક્રીન લોશન જરૂર લગાવું. જેથી દિવસે પડતી ગરમીમાં તમે રંગોથી હોળી રમો ત્યારે તમારી ત્વચા વધુ સુરક્ષિત રહે. આ ઉપરાંત હોળી તહેવારમાં તમે વધુ પડતી ઠંડાઈનું સેવન કરશો તો તમને ચક્કર આવવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે. હોળી તહેવારમાં બનતા ઘુઘરા જેવી સ્વાદિષ્ટ મીઠાઈ અને વધુ પડતો તળેલો ખોરાક ખાવા પર નિયંત્રણ રાખો. ગરમીમાં રંગોથી રમ્યા બાદ તમે થોડું Heavy ભોજન લેવાના બદલે હળવો આહાર લો. જેથી સ્વાસ્થ્યમાં સંતુલન રહે.
હોળી પર ગરમીનો પ્રકોપ
શુક્રવારે જાહેર થયેલા અહેવાલ મુજબ આ વખતે રંગોના તહેવારને આકરી ગરમીનો માર પડી શકે છે. આ દિવસે દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહી શકે છે. અભ્યાસમાં આ માટે ક્લાઈમેટ ચેન્જને કારણ ગણવામાં આવ્યું છે. અભ્યાસમાં, સંશોધકોએ માર્ચના ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે તાજેતરના દાયકાઓમાં આ મહિનાના તાપમાનમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઠંડી પછી માર્ચમાં તાપમાનમાં અચાનક વધારો થાય છે.
પેટર્ન બદલાયી, નિષ્ણાતે આપ્યું કારણ
નિષ્ણાત ડૉ. એન્ડ્ર્યુ પરશિંગે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ગરમીમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, જે માર્ચમાં પણ ચાલુ રહે છે. આ ભારતમાં આબોહવાની પેટર્નમાં ફેરફાર તરફ નિર્દેશ કરે છે. તે હોળી દરમિયાન ભારે ગરમીનું જોખમ પણ દર્શાવે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, 1970ના દાયકામાં માત્ર ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર અને છત્તીસગઢમાં હોળીના દિવસે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. પરંતુ હવે તેમાં વધુ છ રાજ્યો રાજસ્થાન, ગુજરાત, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશનો પણ ઉમેરો થયો છે.
સંવેદનશીલ સંશોધન દરમિયાન, હોળી પર જોખમ ધરાવતા શહેરોનું પણ અલગથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં માર્ચના અંત સુધી 51 શહેરો 40 ડિગ્રી તાપમાન માટે સંવેદનશીલ જણાયા હતા. તેમાંથી 10 શહેરો એવા હતા જ્યાં આ શક્યતા સૌથી વધુ જોવા મળી હતી. આમાં છત્તીસગઢનું બિલાસપુર શહેર સૌથી આગળ છે, જ્યાં હોળી દરમિયાન તાપમાન 40 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે. અન્ય શહેરોમાં ઈન્દોર, ભોપાલ અને મદુરાઈનો સમાવેશ થાય છે જેને વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. અગાઉના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર ભારત સહિત ઘણા રાજ્યોમાં વધતી ગરમીને કારણે વસંતઋતુનું કદ ઘટી રહ્યું છે.
આ સ્થાનો પર વધશે ગરમી
બિલાસપુર (છત્તીસગઢ), નાગપુર (મહારાષ્ટ્ર), ભિલાઈ (છત્તીસગઢ), કોટા (રાજસ્થાન), રાયપુર (છત્તીસગઢ), મદુરાઈ (તામિલનાડુ), જોધપુર (રાજસ્થાન), ભોપાલ (મધ્યપ્રદેશ) બરોડા (ગુજરાત), વારાણસી (ગુજરાત), પ્રદેશ (ગુજરાત) મધ્ય પ્રદેશ) ), મિર્ઝાપુર (ઉત્તર પ્રદેશ), પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) અને ઈન્દોર (મધ્ય પ્રદેશ) જેવા સ્થાનો પર હોળીના તહેવાર વધુ ગરમીનો પ્રકોપ રહેશે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હોળીના તહેવારના દિવસોમાં અનેક વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. આવતીકાલથી 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પોરબંદર,ગીર સોમનાથ,અમરેલી, રાજકોટ, જૂનાગઢ, કચ્છ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જયારે આગામી દિવસોમાં અમદાવાદમાં પારો 43 ડિગ્રીએ જઇ શકે છે.
અભ્યાસમાં સામે આવ્યું તારણ
અભ્યાસ દરમિયાન, સંશોધકોએ પાંચ દાયકાથી વધુ સમય માટે દૈનિક સરેરાશ તાપમાનની ગણતરી કરી. આમાં, 1 જાન્યુઆરી, 1970 થી 31 ડિસેમ્બર, 2023 સુધી દરેક ક્ષેત્ર માટે દરેક મહિનાનો ટ્રેન્ડ નક્કી કરવામાં આવ્યો હતો. તેના આધારે હોળી દરમિયાન મહત્તમ તાપમાનની શક્યતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ દર્શાવે છે કે સંભાવનાની ટકાવારી પણ નોંધપાત્ર રીતે વધી છે.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….