Recipe/ ક્યારેય નહીં ખાધી હોય આ ગીરનારી ખીચડી, જાણો કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ ખીચડી

જાણો કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ ખીચડી

Food Lifestyle
Khichadi ક્યારેય નહીં ખાધી હોય આ ગીરનારી ખીચડી, જાણો કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ ખીચડી

👉 ગીરનારી ખીચડી બનાવવા માટેની સામગ્રી:
1 કપ ખીચડીયા ચોખા
1/4 કપ મગની પીળી દાળ (લીલી દાળ પણ લઈ શકાય)
1/4 કપ તુવેરની દાળ
1/4 કપ ચણાની દાળ
1/4 કપ સમારેલી ડુંગળી
1/4 કપ સમારેલું ગાજર
1/4 કપ સમારેલી કોબી
1/4 કપ લીલા વટાણા
1 મિડીયમ સાઈઝ બટેટાના નાના ટુકડા
1/4 કપ સમારેલું કેપ્સીકમ
4 ચમચી તેલ
2 તજ ના ટુકડા
3 નંગ લવીંગ
2 નંગ તમાલપત્ર
2 નંગ લાલ સુકા મરચા
5-6 નંગ મરી
1 ચમચી જીરુ
1 ચમચી રાઈ
7-8 લીમડાના પાન
1 ચમચી આદુ મરચાની પેસ્ટ
1 ચમચી ખમણેલું લસણ
1 ચમચી લાલ મરચું પાઉડર
1/2 ચમચી હળદર પાઉડર
1 ચમચી ધાણાજીરૂ
1 ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ અનુસાર
સમારેલી કોથમીર

👉 ગીરનારી ખીચડી બનાવવા માટેની રીત:
1. એક વાસણમાં ચોખા, મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ લઈ તેને ચોખ્ખા પાણીથી ધોઈ એક કલાક માટે પલાળી રાખવાની છે.

2. એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, સૂકાં લાલ મરચાં અને મરી ઉમેરવાના છે.

3. ત્યારબાદ તેમાં રાઇ, જીરું, લીમડો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે.

4. હવે તેમાં સમારેલી ડુંગળી અને ખમણેલું લસણ ઉમેરવાનું છે અને બધું બરાબર રીતે સાતળી લેવાનું છે.

5. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ અને ગરમ મસાલો ઉમેરવાનો છે.

6. હવે સમારેલું ગાજર, વટાણા અને બટાકાના ટુકડા ઉમેરવાના છે.

7. સમારેલી કોબી અને સમારેલું કેપ્સિકમ ઉમેરવાનું છે.

8. હવે તેમાં પલાળી રાખેલા દાળ-ચોખા ઉમેરવાના છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી તેમાં પલાળેલા દાળ ચોખા કરતા ત્રણ ગણું પાણી ઉમેરી કુકરમા 4-5 વિસલ વગાડી લેવાની છે.

9. જેથી આપણી ગરમાગરમ સ્વાદિષ્ટ ગિરનારી ખીચડી તૈયાર થઈ જશે.

10. ગીરનારી ખીચડીને પાપડ, છાશ, દહીં તીખારી અને સલાડ સાથે સર્વ કરી છે.